Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી ચઢિયાતા નવા મોડેલોનો ઢગલો થઇ થશે, જેની શરૂઆત Honda Motorcycle and Scooter India દ્વારા શરૂ કરવામાં આવી છે. Hondaએ સત્તાવાર રીતે તેની નવી મોટરસાઇકલ 'Honda CB125 Hornet' વેચાણ માટે બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ ગયા મહિને જ આ બાઇકનું પ્રદર્શન કર્યું હતું.

Honda-CB125-Hornet5
timesdrive.in

આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ, આ સ્ટાઇલિશ બાઇકની શરૂઆતની કિંમત 1.12 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, Honda Shine અને SP 125 પછી, Hondaના પોર્ટફોલિયોમાં સૌથી મોંઘી 125 cc બાઇક છે. કંપનીનો દાવો છે કે, આ બાઇકને માત્ર સ્પોર્ટી લુક અને ડિઝાઇન આપવામાં આવી નથી, પરંતુ તેમાં ઘણી સ્માર્ટ અને એડવાન્સ્ડ સુવિધાઓ પણ આપવામાં આવી છે. તો ચાલો જોઈએ કે આ નવી બાઇક કેવી છે...

Honda-CB125-Hornet4
hindi.news24online.com

આ બાઇક દેખાવ અને ડિઝાઇનમાં ખૂબ જ આકર્ષક છે. તેમાં ઓલ-LED લાઇટિંગ સેટઅપ મળે છે. જેમાં LED DRLs સાથે સિગ્નેચર ટ્વીન-LED હેડલેમ્પ અને હાઇ-માઉન્ટેડ LED ટર્ન ઇન્ડિકેટર્સનો સમાવેશ થાય છે. સાઇડ પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, CB125 હોર્નેટમાં શાર્પ ટેન્ક શ્રાઉડસ અને સ્ટાઇલિશ મફલર સાથે મજબૂત ફ્યુઅલ ટાંકી આપવામાં આવી છે.

Honda-CB125-Hornet4
hindi.news24online.com

કંપનીનું કહેવું છે કે આ બાઇક 4 રંગોમાં ઉપલબ્ધ હશે. જેમાં લેમન આઇસ યલો સાથે પર્લ સાયરન બ્લુ, પર્લ ઇગ્નિયસ બ્લેક, એથ્લેટિક બ્લુ મેટાલિક સાથે પર્લ સાયરન બ્લુ અને સ્પોર્ટ્સ રેડ સાથે પર્લ સાયરન બ્લુનો સમાવેશ થાય છે.

Honda-CB125-Hornet5
timesdrive.in

CB125 હોર્નેટમાં 123.94 cc, 4-સ્ટ્રોક, SI એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 11 hp પાવર અને 11.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. હોન્ડાનો દાવો છે કે, નવી હોર્નેટ સેગમેન્ટમાં સૌથી ઝડપી બાઇક છે. આ બાઇક માત્ર 5.4 સેકન્ડમાં 0 થી 60 Km પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

Honda-CB125-Hornet3
hindi.news24online.com

ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને હોન્ડા રોડસિંક એપ સુસંગતતા સાથે 4.2-ઇંચનો TFT ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે હેડસેટ સાથે નેવિગેશન, કોલ અને SMS એલર્ટ અને મ્યુઝિક પ્લેબેકને સપોર્ટ કરે છે. ડાબા હેન્ડલબાર પર લગાવેલા સ્વિચથી સ્ક્રીનને નિયંત્રિત કરી શકાય છે. કંપનીએ આ બાઇકમાં યુનિવર્સલ USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ પણ આપ્યો છે, જેથી રાઇડર્સ સફરમાં તેમના ડિવાઇસ ચાર્જ કરી શકે.

Honda-CB125-Hornet7
bikewale.com

આ ઉપરાંત, વધારાની સલામતી માટે તેમાં એન્જિન સ્ટોપ સ્વીચ અને એન્જિન ઇન્હિબિટર સાથે સાઇડ-સ્ટેન્ડ સૂચક પણ આપવામાં આવ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, CB125 હોર્નેટ સેગમેન્ટની પહેલી બાઇક છે, જેમાં અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક છે. પાછળના ભાગમાં 5-સ્ટેપ એડજસ્ટેબલ મોનો-શોક ઓબ્ઝર્વર સસ્પેન્શન મળે છે.

Honda-CB125-Hornet8
bikewale.com

આમાં, ઇગ્નીશન કી પોઇન્ટ ફ્યુઅલ ટાંકી પર આપવામાં આવ્યો છે, જેમ કે પ્રીમિયમ બાઇકમાં જોવા મળે છે. આગળના ભાગમાં 240 mm પેટલ ડિસ્ક અને પાછળના ભાગમાં 130 mm ડ્રમ છે. આ ઉપરાંત, સિંગલ-ચેનલ ABSથી સજ્જ, આ બાઇકમાં આગળના ભાગમાં 80/100-17 યુનિટ અને પાછળના ભાગમાં 110/80-17 યુનિટ છે જેમાં પહોળા ટ્યુબલેસ ટાયર છે. તેનું બુકિંગ આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગયું છે.

About The Author

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.