- Gujarat
- ડુમસ બીચ પર મર્સિડિઝ લઈને પહોંચ્યો નબીરો, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ
ડુમસ બીચ પર મર્સિડિઝ લઈને પહોંચ્યો નબીરો, પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં 2 છોકરાઓ દરિયા કિનારે ફસાયેલી મર્સિડીઝને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો સુરતના ડુમસ બીચનો છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે છોકરાઓ સ્ટંટ અને રીલ માટે મર્સિડીઝ સાથે બીચ પર ગયા હતા. આ દરમિયાન તે દરિયા કિનારે કાદવવાળી જમીનમાં ફસાઈ ગઈ. આ ઘટના બાદ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર પ્રતિબંધ છે, તો પછી આ છોકરાઓ મર્સિડીઝ સાથે ત્યાં કેવી રીતે પહોંચ્યા?
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક મોંઘીધાટ મર્સિડીઝ કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ છે, જેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ઘણા પ્રયાસ બાદ પણ, આ કાર બહાર ન આવી શકી, તો તેને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી. અગાઉ ડુમસ બીચ પર કાર ફસાઈ જવાની ઘણી ઘટનાઓ બની હતી. ત્યારબાદ જ, બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો આવ્યો હતો.
https://twitter.com/kathiyawadiii/status/1947286326468116673
અરબી સમુદ્રના કિનારે આવેલો ડુમસ બીચ ગુજરાતની સૌથી ભયાનક જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. આ ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસના વલણ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે મર્સિડીઝ લઈ જવાની મંજૂરી કોને આપી હતી? કે પછી બીચ પર એ સમયે પેટ્રોલિંગ થઈ રહ્યું નહોતું.
ડુમસ પોલીસ સ્ટેશનના PI એન.વી. ભરવાડે ગંભીર બેદરકારી દાખવનાર કાર માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બીજી વખત છે જ્યારે સુરતમાં અમીરોની મનમાની સામે આવી છે. અગાઉ, છોકરાઓ શાળાની ફેરવેલ પાર્ટીમાં લક્ઝરી કારમાં પહોંચ્યા હતા અને પછી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ડ્રોનથી શૂટ કરીને રીલ બનાવી હતી.

