- Gujarat
- માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો
માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો
સુરત ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી એક સ્પેશિય ડ્રાઈવ આયોજિત કરી હતી. આ 10 દિવાસીય ડ્રાઈવ દરમિયાન પોલીસે વાહન ચાલકોના કુલ 24,847 ચલણ ફાડ્યા હતા. આ ચલણની દંડની રકમ 12.42 કરોડથી વધુ થાય છે. આ ડ્રાઈવમાં દંડની ઓછામાં ઓછી રકમ 500 રૂપિયા હતી.
આ ડ્રાઈવ 4 રિજિયનમાંમાં કરવામાં આવી હતી, જેમાં રિજિયન-1ના વરાછા, કાપોદ્રા અને સરથાણા સહિતના વિસ્તારોમાં સાથી વધુ ભાંગના કેસ નોંધાયા હતા. આ વિસ્તારોમાં માત્ર 10 દિવસમાં જ 10,158 ચલણ ફાડવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં સૌથી વધુ કેસ (913 કેસ) રોંગ સાઈડમાં ગાડી ચલાવનારા લોકોના છે. આ ઉપરાંત સિગ્નલ તોડવાના 2524 કેસ અને ઓવરસ્પીડના 4614 કેસ નોંધાયા હતા. આ ડ્રાઈવમા સૌથી વધુ ઓવરસ્પીડના કેસ નોંધાયા હતા, જ્યારે સૌથી ઓછા કેસ હેલમેટ ન પહેરવાના નોંધાયા હતા. ત્યારબાદ રિજિયન-3માં 7588 ચલણ ફાડવામાં આવ્યા હતા.
ટ્રાફિક નિયમના ભંગ બદલ 24,847 ચલણના કેસોમાં ઓવરસ્પીડિંગના 85,62 કેસ, સિગ્નલ ભંગના 6655, રોંગ સાઈડમાં ગાડી ચલાવનારાઓના 1707, હેલમેટ ન પહેરવાના 145 અને અન્ય નિયમભંગના 7,778 કેસોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે સુરતમાં કયા વિસ્તારમાં નિયમોનો સૌથી વધુ ઉલ્લંઘન થાય છે અને કયા ક્ષેત્રમાં સૌથી વધુ જાગૃતિની જરૂરિયાત છે.
ટ્રાફિક DCP પન્ના મોમ્યાએ જણાવ્યુ હતું કે, ‘ચલણ ભરવામાં લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે 13 ડિસેમ્બર 2025ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં વધુ ટેબલ લગાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી દંડ ભરી શકે. આ ઉપરાંત ઓનલાઇન ચલણ ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

