કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસ્સલ સ્વાદ હવે સુરતમાં

સુરત (ગુજરાત) [ભારત], 25 નવેમ્બર:  સુરતની સ્વાદપ્રિય જનતા માટે હવે કર્ણાટકના જાણીતા દાવણગેરે સ્ટાઇલ ઢોસાનો અસ્સલ સ્વાદ હવે સુરતમાં જ ઉપલબ્ધ બન્યો છે. રવિવારે અડાજણના પ્રથમ સર્કલ ખાતે આવેલી દ બ્લવર્ડ ખાતે  દક્ષિણ ગુજરાતનું પહેલું ડીવીજી બેન્ને ઢોસા રેસ્ટોરન્ટ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ અનોખા દાવણગેરે સ્ટાઇલ ઢોસા આઉટલેટનું ઉદ્ઘાટન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર મહેશ રામાણી દ્વારા કરવામાં આવ્યું, ત્યારબાદ રેસ્ટોરન્ટને સત્તાવાર રીતે જનતા માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું. ઉદ્ઘાટન સાથે જ હવે આ રેસ્ટોરન્ટ દરરોજ સવારે 8:30થી રાત્રે 11:00 સુધી ખુલ્લું રહેશે.

આ પ્રસંગે આઉટલેટના ઓનર શરણએ જણાવ્યું હતું કે આ આઉટલેટની સૌથી મોટી વિશેષતા કર્ણાટકના દાવણગેરે શહેરની પ્રસિદ્ધ બેન્ને ઢોસા સ્ટાઇલ છે, જેમાં દરેક વાનગીમાં પૂરતું વ્હાઇટ બટર (બેન્ને)નો ઉપયોગ કરવામાં આવે છે. જે અનોખો સ્વાદ સુરતવાસીઓને અત્યાર સુધી ક્યારેય મળ્યો નથી. ડીવીજી બેન્ને ઢોસા એક લોકપ્રિય ફ્રેન્ચાઈઝી મોડલ આધારિત ચેઇન છે, જેની 12થી વધુ શાખાઓ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને વડોદરા જેવી શહેરોમાં ચાલી રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આ તેમનો પહેલો આઉટલેટ છે, જે સ્થાનિક ફૂડ લવર્સ માટે નવો અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફ્લેવર લઈને આવ્યું છે. અડાજણ ખાતે શરૂ થયેલ આ રેસ્ટોરન્ટ 1400 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં 60 લોકોને બેઠક સુવિધા ઉપલબ્ધ છે.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.