સ્વરસંગ્યા ચેરિટેબલ ટ્રસ્ટ અને નિર્મલ હોસ્પિટલે નિઃશુલ્ક બાળ આરોગ્ય અને વિકાસ કેમ્પનું આયોજન કર્યું

સુરતઃ નબળા વર્ગના બાળકોના આરોગ્ય અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સ્વરસંગ્યા ચેરિટેબલ ટ્રસ્ટ તથા નિર્મલ હોસ્પિટલ, રિંગ રોડ, સુરત દ્વારા પોષણ સંગમ (C-MAM) પહેલ હેઠળ નિઃશુલ્ક બાળ આરોગ્ય અને વિકાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

39

આ કેમ્પ ગંભીર કુપોષિત (SAM) તથા મધ્યમ કુપોષિત (MAM) બાળકો માટે યોજાયો હતો. કેમ્પ દરમિયાન CBC બ્લડ ટેસ્ટ, બાળરોગ નિષ્ણાત દ્વારા આરોગ્ય તપાસ, પોષણ માર્ગદર્શન તથા હિયરિંગ સ્ક્રીનિંગ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ કુપોષણ માત્ર વજન પર અસર કરતું નથી પરંતુ મગજના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ, બોલવાની અને શૈક્ષણિક ક્ષમતા પર પણ અસર કરે છે.

40

આંકડા મુજબ બાળકોમાં થતો 60 ટકા સુધીનો હિયરિંગ લોસ વહેલી તકે તપાસથી અટકાવી શકાય છે. સ્વરસંગ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોષણ સાથે વિકાસને પ્રાથમિકતા આપતા હિયરિંગ સ્ક્રીનિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિર્મલ હોસ્પિટલ દ્વારા તબીબી સુવિધા અને નિષ્ણાત સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી. આ પહેલ દ્વારા વહેલી તકે નિદાન અને જાગૃતિના મહત્વ પર ભાર મુકાયો હતો.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.