- National
- બનવા લાગ્યો ગર્ભવતી લીલા સાહૂના ઘરનો રસ્તો, વીડિયો જાહેર કરીને વ્યક્ત કરી ખુશી, યુઝર્સ આપી રહ્યા છે
બનવા લાગ્યો ગર્ભવતી લીલા સાહૂના ઘરનો રસ્તો, વીડિયો જાહેર કરીને વ્યક્ત કરી ખુશી, યુઝર્સ આપી રહ્યા છે શુભેચ્છા
થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા, જેમાં લીલા સાહૂ નામની એક ગર્ભવતી મહિલા પોતાના ગામના રસ્તાની હાલત બતાવી રહી હતી. તેણે પોતાના ગામના જર્જરિત રસ્તા માટે અવાજ ઉઠાવ્યો હતો. તે 9 મહિનાની ગર્ભવતી છે અને તેણે સોશિયલ મીડિયા દ્વારા વિસ્તારના લોકોનો અવાજ બનીને આ સમસ્યા સાથે ઘણા વીડિયો શેર કર્યા હતા, જેની અસર જોવા મળી રહી છે. ઇન્ફ્લૂએન્સર લીલા સાહૂનો અવાજ રંગ લાવ્યો છે અને તેના ગામના રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ થઈ ગયું છે.
લીલા સાહૂએ એક વીડિયો જાહેર કરીને નેતા, સાંસદ વગેરેને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે જ્યારે તમારામાં રસ્તો બનાવવાની હિંમત નહોતી, તો પછી તમે ખોટા વાયદા કેમ કર્યા? તેની હિંમત રંગ લાવી અને રામપુર નૈકીન વિકાસ બ્લોક વિસ્તારના ખડ્ડી ખુર્દના બગૈયા ટોલાથી ગજરીને જોડતા રસ્તાનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. લીલા સાહૂ તેને લઈને છેલ્લા એક વર્ષથી સંઘર્ષ કરી રહી હતી. તેણે જિલ્લા કલેક્ટર, સાંસદ રાજેશ મિશ્રા, લોક નિર્માણ મંત્રી રાજેશ સિંહ, મુખ્યમંત્રી મોહન યાદવ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને વડાપ્રધાન મોદી પાસે પણ રસ્તો બનાવવાની માગણી કરી હતી.
https://www.instagram.com/reel/DMWqX0PNNmz/?utm_source=ig_web_copy_link
લીલા સાહૂએ વીડિયો શેર કરીને રસ્તાની જે હાલત બતાવી હતી, તેને લઈને ભાજપ સરકારની ટીકા થઈ હતી. તેનું કહેવું હતું કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ગામની 6 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ તેમના ઘરે પહોંચી શકતી નથી. જો આવી સ્થિતિમાં કોઈ મહિલાને કંઈક થઈ જાય છે, તો તેની જવાબદારી કોણ લેશે. આ મામલે મધ્ય પ્રદેશના PWD મંત્રી રાકેશ સિંહ અને સાંસદ ડૉ. રાકેશ મિશ્રાએ ખૂબ જ વાહિયાત નિવેદનો આપ્યા હતા, જેના કારણે ખૂબ વિવાદ થયો હતો.
હાલમાં, જિલ્લા પ્રશાસને લીલા સાહૂ અને ગામના લોકોની સમસ્યા સાંભળી છે અને તેની નોંધ લેતા વરસાદી સીઝન દરમિયાન રસ્તા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. લીલા સાહૂએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે અને એક વીડિયો પોસ્ટ કરતા રોલર અને JCB મશીન દ્વારા થઈ રહેલા નિર્માણ કાર્ય બાબતે જણાવ્યું છે અને ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે હવે એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી શકશે.

