- National
- એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?
એક IAS અધિકારીએ વકીલો સામે કાન પકડીને ઉઠક-બેઠક કરીને માફી કેમ માંગવી પડી?
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક IAS અધિકારી કાન પકડીને ઉઠક બેઠક કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ધરણાં પ્રદર્શન કરી રહેલા વકીલો વચ્ચે માફી માગી રહ્યા છે અને ઉઠક-બેઠક કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અધિકારી રિંકુ સિંહ રાહીને SDM પુવાયાના બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ નિરીક્ષણ માટે નીકળ્યા હતા, તે દરમિયાન એક વ્યક્તિ શૌચાલય બહાર ગંદકી કરી રહ્યો હતો.
નારાજ IAS અધિકારીએ ફરિયાદીને ઉઠક-બેઠક કરાવી દીધી હતી, ત્યારબાદ વકીલોએ હોબાળો મચાવી દીધો અને તેઓ ધરણા પર બેસી ગયા હતા. પછી તેમણે વકીલો વચ્ચે પહોંચીને માફી માગતા કાન પકડ્યા અને કાન પકડીને ઉઠક-બેઠક કરી. મથુરાથી ટ્રાન્સફર થઈને આવેલા રિંકુ સિંહ રાહીનું કહેવું છે કે જો કોઈ ભૂલ કરે છે, તો તેને સજા મળવી જોઈએ, જેથી તે ફરી આવી ભૂલ ન કરે. આ વાતને સમજાવવા માટે, મેં પોતે ઉઠક-બેઠક કરી હતી. આ દરમિયાન IAS અધિકારી રિંકુ સિંહ રાહીનો ઉઠક-બેઠક કરતો વીડિયો સામે આવ્યો છે.
https://twitter.com/SinghDeepakUP/status/1950192673526063326
હાલમાં, IAS અધિકારીનો આ વીડિયો પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો વકીલોએ પણ IAS અધિકારી રિંકુ સિંહ રાહીએ માફી માગ્યા બાદ ધરણાં ખતમ કરી દીધા. જોકે, બાદમાં IAS અધિકારીએ કહ્યું કે તેમણે વકીલો સાથે સારો તાલમેળ બનાવવા માટે આમ કર્યું હતું.
હાથરસના રહેવાસી જેઓ હાથરસના રહેવાસી છે અને દિવ્યાંગ ક્વોટાથી 2022 બેચના IAS અધિકારી છે. રિંકુ સિંહ રાહીએ પાછળથી મીડિયાને જણાવ્યું હતું કે, મેં આજે જ જોઇન્ટ કર્યું હતું અને તાલુકા પરિસરનું નિરીક્ષણ કરી રહ્યો હતો. કેટલાક લોકો ખુલ્લામાં શૌચ કરી રહ્યા હતા. જ્યારે મેં તેમને ટોક્યાં તો તેમણે કહ્યું કે શૌચાલય ગંદુ છે અને તેઓ ત્યાં નહીં જઈ શકે. મેં તેમને ફરીથી આવું ન કરવા સમજાવવા માટે બેઠક-બેઠક કરાવી, જેથી તેઓ આગળ એમ ન કરે.
આ ઘટના બાદ, સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને તીખી બહેસ છેડાઈ ગઈ છે. કેટલાક લોકો તેને પ્રશાસનિક સંવેદનશીલતા બતાવી રહ્યા છે જ્યારે કેટલાક તેને અધિકારીઓની ગરિમા સાથે જોડાયેલો મામલો માની રહ્યા છે.

