મુખ્યમંત્રીએ સાદગીથી કરાવ્યા પુત્રની સગાઈ, બળદગાડામાં પહોંચ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દેશ-પ્રદેશને રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પુત્ર અભિમન્યુ યાદવની સગાઈ ખૂબ ધામધૂમથી કરવાને બદલે તેમણે ખૂબ જ સરળ અને વિનમ્ર રીતે કરી. 29 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં થયેલી આ સગાઈ સમારોહમાં કોઈ હૃદયના ધબકારા વધારી દેનાર DJ નહોતું, ન તો આ દંપતી કોઈ સુપર-લક્ઝરી કારમાં પહોંચ્યું.

જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા જઈ રહેલા આ દંપતીએ બળદગાડામાં સગાઈ સ્થળમાં પ્રવેશ કર્યો. અભિમન્યુ અને ડૉ. ઇશિતા પટેલે એક-બીજા પરિવારો સામે વીંટીઓ પહેરાવી. અભિમન્યુ અને ઇશિતાના લગ્ન 30 નવેમ્બરના રોજ પદ્મશ્રી વકણકર પુલ પાસે શિપ્રા નદીના કિનારે એક સમૂહ લગ્નમાં થશે. આવા કાર્યક્રમનું આયોજન કરીને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સાબિત કર્યું કે, તેમનં જીવન સરળ અને સમાજ પ્રત્યે સમર્પિત છે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના પુત્ર ડૉ. અભિમન્યુ અને ડૉ. ઇશિતા પટેલના લગ્નની સાદગી ચર્ચાનો વિષય બની છે. આ દંપતીની સગાઈ લગ્નના એક દિવસ પહેલા જ થઈ હતી. સગાઈ સ્થળે જતા પહેલા તેમણે વડીલો પાસેથી આશીર્વાદ લીધા અને પછી બળદગાડામાં સવાર થયા. DJને બદલે ઢોલ-નગારા વાગી રહ્યા હતા. સગાઈ સ્થળે પહોંચ્યા બાદ તેમના પરિવારોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે મોંઘા પોશાકને બદલે સાદા કપડાં પહેર્યા.

Mohan-Yadav
news.abplive.com

ડૉ. અભિમન્યુ અને ડૉ. ઇશિતાના લગ્ન ખૂબ જ સાદગીભર્યા હશે. તેઓ 30 નવેમ્બરના રોજ પદ્મશ્રી વાકણકર પુલ પાસે શિપ્રા નદીના કિનારે સમૂહ લગ્ન સમારોહમાં 7 ફેરા લેશે. એટલે કે તેમની સાથે-સાથે 20 અન્ય યુગલો પણ લગ્ન કરશે. આ પ્રસંગે વિતરણ કરાયેલા કાર્ડમાં મુખ્યમંત્રી ડૉ. યાદવે લખ્યું કે, ‘અમારા પરિવારના સભ્યોની ઇચ્છા મુજબ, અમે અમારા પુત્રના શુભ લગ્નને સમૂહ લગ્ન સમારોહમાં રૂપાંતરિત કર્યા છે.

Mohan-Yadav-son2
patrika.com

તેમણે કહ્યું કે, સામાજિક ચિંતાના પવિત્ર હેતુ માટે આયોજિત સમૂહ લગ્ન સમારોહના ઉલ્લાસમાં, સામાજિક સમરસતા અને સદ્ભાવનાથી પરિપૂર્ણ આ સમૂહ લગ્ન સમારોહમાં 21 નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાશે. આ 21 યુગલો સાથે ગઠબંધનમાં સપ્તપદી સપ્તવચનો સાથે મારો પુત્ર પણ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરશે. આ પવિત્ર કાર્યક્રમમાં તમારી હાજરી અમારા અને નવદંપતીઓ માટે એક પરમ સૌભાગ્ય હશે. બધા નવદંપતીઓ તમારા આશીર્વાદથી આશીર્વાદિત થઈને સૌભાગ્યશાળી થશે. તમારી હાજરી પણ આ કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે.’

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.