વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા

આ દુનિયામાં ઘણા બધા જીવ-જંતુઓ છે. તેમાંથી ઘણા બધા જીવ કે પછી પ્રાણીઓને લોકો પ્રેમ કરે છે, જ્યારે કેટલાકથી ડરીને દૂર રાખે છે. જે ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. સાંપ પણ એક એવો જીવ છે જેનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. જો સાંપ કરડે છે, તો તેમના જીવ જોખમમાં મુકાય જાય છે. આ જ કારણ છે કે લોકો સાંપથી અંતર જાળવી રાખે છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સમજે છે કે સાંપનો જીવ પણ મહત્ત્વપૂર્ણ હોય છે અને તેઓ તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. એક શખ્સે પણ કંઈક આવું જ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના કાર્ય માટે તેની પ્રશંસા પણ થઈ રહી છે.

Arjun-Modhwadia1
instagram.com/arjunmodhwadia

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાંપ બેભાન થઈ ગયેલો જોવા મળે છે. એક શખ્સ સાંપને CPR આપી રહ્યો છે, જેથી તેની જિંદગી બચી જાય. વીડિયોમાં જોવા મળે છે કે તે સાંપને પકડીને CPR આપી રહ્યો છે. થોડીવાર CPR કર્યા બાદ પણ જ્યારે કંઈ થતું નથી, ત્યારે તે સાંપના શરીરને એક જગ્યાએ દબાવતો જોવા મળે છે. થોડા સમય બાદ, સાંપ ફરીથી ભાનમાં આવી જાય છે અને તેનું શરીર હલતું જોઈ શકાય છે. શખ્સે CPR આપીને સાંપનો જીવ બચાવ્યો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડિયાએ આ શખ્સનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં તેની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે, ‘વલસાડના નાનાપોંઢા તાલુકાના આમધા ગામે લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયડે વીજ કરંટ લાગવાથી મૂર્છિત અવસ્થામાં પહોંચેલ સાપને CPR આપીને નવ જીવન આપવામાં આવ્યુ. મુકેશભાઈ વાયડ અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની માનવતા મહેકાવતી કામગીરી અભિનંદનને પાત્ર છે.

Arjun-Modhwadia2
arjunmodhwadia.com

આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પણ છે, કુદરત તરફથી આપણા ગુજરાતને વન્યજીવનો સમુદ્ધ વારસો પ્રાપ્ત થયો છે, ત્યારે આપણી આ અનમોલ ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના માગર્દર્શન અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે કામ કરી રહી છે. આ જ વીડિયોમાં તેઓ સાંપને બચાવનાર શખ્સ સાથે વાત કરીને આ અંગે માહિતી લઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

‘લાલો’ ફિલ્મે 100 કરોડની કમાણી કરી તો શું શૂટ થઇ તે ઘર માલિક મદદ કરવી જોઈએ

ગુજરાતી ફિલ્મ લાલોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી અને 100 કરોડની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ તરીકે ઇતિહાસ રચી...
Entertainment 
‘લાલો’ ફિલ્મે 100 કરોડની કમાણી કરી તો શું શૂટ થઇ તે ઘર માલિક મદદ કરવી જોઈએ

વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા

આ દુનિયામાં ઘણા બધા જીવ-જંતુઓ છે. તેમાંથી ઘણા બધા જીવ કે પછી પ્રાણીઓને લોકો પ્રેમ કરે છે, જ્યારે કેટલાકથી...
Gujarat 
વીજ કરંટથી સાંપ બેભાન થયો તો શખ્સે CPR આપીને બચાવ્યો જીવ, અર્જૂન મોઢવાડિયાએ કરી પ્રશંસા

ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં ફરી 'માવઠું' થવાની આગાહી: ખેડૂતો માટે ચિંતા

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તથા સવારે ઠંડીનો અહેસાસ થાય છે....
Gujarat 
ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં ફરી 'માવઠું' થવાની આગાહી: ખેડૂતો માટે ચિંતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 06-12-2025 વાર- શનિવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.