જામીન પર બહાર ફરતો આસારામ પોતાના સાધકોના ઘરે જઈ-જઈને મળી રહ્યો છે, મીડિયાને જોઈને ભાગ્યો

દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલો આસારામ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં આસારામની ઓચિંતી ઉપસ્થિતિ નોંધાઇ હતી, જેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જેલમાંથી પેરોલ પર બહાર આવેલો આસારામ જ્યારે પોતાના અનુયાયીઓને મળવા પહોંચ્યો, ત્યારે ત્યાં ભારે ઉત્સાહ સાથે-સાથે તણાવનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વલસાડમાં આસારામના આગમન સાથે જ તેના સાધકો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. એક તરફ કાયદાકીય દૃષ્ટિએ તે દુષ્કર્મનો દોષી છે. છતા તેની પૂજા કરાય એ તો કેવું કહેવાય નહીં. અનુયાયીઓએ આસારામનું ફૂલોના હાર પહેરાવીને અને પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દૃશ્યોએ સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે કે એક ગુનેગાર પ્રત્યે આ પ્રકારનો આદર કેટલો યોગ્ય છે?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વલસાડના સરદાર હાઇટ્સ બિલ્ડિંગ, પાલીહિલ, પ્રમુખ પાર્ક, ભકગડાવાડા, રામજી મંદિર પાછળ, કોસંબા રણછોડજી મંદિર પાછળ સહિતના વિસ્તારોમાં અનુયાયીઓના ઘરે-ઘરે જઇને આસારામે મુલાકાત લીધી હતી, જોકે, આ દરમિયાન મીડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા.

asaram1
divyabhaskar.co.in

સાધકોએ મીડિયાકર્મીનો મોબાઇલ છીનવી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મીડિયાને જોઇ છત્રીમાં છુપાઇને આસારામ કારમાં બેસી ગયો હતો. જો કે, આસારામનું આ રીતે અનુયાયીઓ પાસે પહોંચવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આસારામના આ પ્રવાસ અને જાહેર દેખાવથી અનેક નૈતિક સવાલો ઉભા થયા છે. દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં દોષિત ઠરેલી વ્યક્તિ જ્યારે જાહેરમાં આ રીતે ફરે અને તેનું સ્વાગત થાય, ત્યારે સમાજમાં કેવો સંદેશ જાય છે તે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે પણ સીધા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

આસારામ અને તેના પરિવારના કાળી કરતૂતો 2013માં સામે આવી હતી. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. યુવતીના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેની સારવાર કરી શકે છે. યુવતીના માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઇ ગયાં.

asaram2
ndtv.com

આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. સગીરા પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે.

About The Author

Related Posts

Top News

શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ...
Sports 
શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની...
Business 
અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ભારત અને શ્રિલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2026માં જ્યારે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ તૈયારીઓ અને...
Sports 
રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય...
Opinion 
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.