- National
- ચોમાસામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ છે બેસ્ટ જગ્યા, જ્યાં ધોધ ઉપર વહે છે, જુઓ વીડિયો
ચોમાસામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ છે બેસ્ટ જગ્યા, જ્યાં ધોધ ઉપર વહે છે, જુઓ વીડિયો

દુનિયામાં ઘણી બધી જગ્યાઓ એવી છે, જેને જોયા બાદ તમારું મન ચકરવે ચઢી જશે અને તમે કુદરતે બનાવેલા નિયમો પર સવાલ ઊભા કરવા લાગો છો. ભારતમાં એક એવું ઝરણું પણ છે, જે ખૂબ જ અલગ અને અનોખુ છે. કારણ એ છે કે આ ઝરણું ઊંધુ વહે છે, પાણી નીચે જવાને બદલે ઉપર તરફ જાય છે. આ ઝરણાનો વીડિયો થોડા વર્ષો અગાઉ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસિસના (IFS) અધિકારી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. શું તમે આ વીડિયો જોયો છે?

ટ્વીટર યુઝર સુશાંત નંદા (@susantananda3) એક નિવૃત્ત IFS અધિકારી છે. વર્ષ 2022માં તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, તેને જો તમે આજે પણ જોશો તો તમને આશ્ચર્ય થશે. આ વીડિયો મહારાષ્ટ્રના વેસ્ટર્ન ઘાટના પહાડી વિસ્તાર નાનેઘાટનો છે. અહીંનું ઝરણું નીચે જવાને બદલે ઉપર તરફ વહે છે. પાણી ઉપર તરફ ઉડતું જોવા મળે છે. વાયરલ વીડિયોના કેપ્શનમાં સુશાંત નંદાએ તેની પાછળનું કારણ પણ બતાવ્યુ છે. તેમણે લખ્યું કે, ‘જ્યારે પવન દ્વારા ઉપર તરફ લગાવવામાં આવતા બળની માત્રા ગુરુત્વાકર્ષણ બળની બરાબર અને વિરુદ્ધ હોય છે, ત્યારે નાનેઘાટ (જે પશ્ચિમ ઘાટ શૃંખલામાં સ્થિત છે)માં જળપ્રપાત પોતાની સૌથી અદ્ભુત અવસ્થામાં હોય છે. ચોમાસાની સુંદરતા.
https://twitter.com/susantananda3/status/1546033888757428224
ઉલ્લેખનીય છે કે હવા એટલી તેજ છે કે તે પાણીને ઉપર ઉડાવીને લઈ જઇ રહી છે. આ નજારો જોવા માટે હજારો લોકો આવે છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને 3 હજારથી વધુ રીટ્વીટ અને 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એકે યુઝરે કહ્યું કે આ પ્રકૃતિની સુંદરતા છે. અન્ય એક યુઝરે કહ્યું કે આ સ્થળ પૃથ્વી પર સ્વર્ગ સમાન છે. તો ત્રીજાએ કહ્યું કે તે પણ આ સ્થળે જઈને સામેથી આ નજારો જોવા માગે છે.