સરકારી શાળાની આચાર્યએ છોકરીઓ પાસે કરાવ્યું માલિશ, 'મસાજ'નો વીડિયો વાયરલ

સરકારી શાળાઓની ખરાબ સ્થિતિ ગરીબ બાળકોના ભવિષ્ય સાથે કેવી રીતે ખેલવાડ કરે છે તેનું એક ઉદાહરણ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું. જ્યારે ખાનગી શાળાઓ તેમની ક્ષમતાની બહાર હોય છે, ત્યારે ગરીબો તેમના બાળકોને સરકારી શાળાઓમાં મોકલે છે, એવી આશામાં કે શિક્ષણ તેમના બાળકોનું ભવિષ્ય સુધારશે. જો કે, ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક સરકારી શાળાના એક કથિત વીડિયોએ આ માન્યતાને તોડી નાખી છે. તેમાં મહિલા આચાર્ય કથિત રીતે વિદ્યાર્થિનીઓ પાસેથી માલિશ કરાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

School-Principal2
x.com/SurajKrBauddh

આ ઘટના ચિત્રકૂટ મુખ્યાલયના BRC કેમ્પસમાં સ્થિત નયા બજાર, કરવી ભાગ-1માં આવેલી પ્રાથમિક શાળામાં બની હતી. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, વાયરલ વીડિયોમાં સરકારી શાળાના આચાર્ય મધુ કુમારી રાય, જમીન પર સૂતી છે. પરંતુ તે માત્ર સૂતી નહોતી; પરંતુ તે કથિત રીતે વિદ્યાર્થિનીઓ પાસેથી માલિશ કરાવી રહી છે. જો મેડમે શાળામાં એટલું બધું કામ કર્યું હોય કે તેના શરીરમાં દુઃખાવો થાય છે, તો તે દવા લેવી જોઇએ. તેના બદલે છોકરીઓ પાસે મસાજ કરાવ્યું.

સરકારી શાળાઓમાં શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા અને બાળકો માટે સારું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. જોકે, જમીની વાસ્તવિકતાઓ ઘણીવાર આ દાવાઓને ખુલ્લી પાડે છે. જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો જોઈએ તેઓ આચાર્યની મસાજ સેવામાં રોકાયેલા છે.

School-Principal1
x.com/SurajKrBauddh

વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, મહિલા આચાર્ય કથિત રીતે તેમના મોબાઇલ ફોનનો ચલાવતી-ચલાવતી વિદ્યાર્થિનીઓ પાસેથી મસાજ કરાવી રહી છે. એટલે કે આરામ સાથે મસાજ અને સંપૂર્ણ મનોરંજન બંને. આ ઘટના તો રેકોર્ડ થઈ ગઈ, પરંતુ જો આ એક જગ્યાએ બની રહ્યું હોય, તો શક્ય છે કે ઘણી જગ્યાએ આવું કે તેની સાથે હળતું-મળતું કંઈક થઈ રહ્યું હોય.

About The Author

Top News

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.