વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય મહિલા સામે પોલીસે અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. વૃદ્ધ મહિલાની પૌત્રી તેની દાદીને ન્યાય મળે તે માટે અધિકારીઓની કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, પરંતુ તેનું કોઈ સાંભળતું નથી. હવે આ કિસ્સાને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચા શરુ થઇ ગઈ છે.

આ સમગ્ર ઘટના અમેઠી પોલીસ સ્ટેશન હેઠળના નૌગીરવા ગામમાં બની હતી. ગામની રહેવાસી નિશા યાદવ આ મહિનાની 2 તારીખે નૌગીરવા પ્રાથમિક શાળામાં BLO હેઠળ SIR તરીકે કાર્યરત હતી. ત્યાર પછી ગામમાં પડોસના રહેવાસી દયારામ કશ્યપે તેના પિતાના નામની આગળ 'શ્રી' લખવા પર વિવાદ શરૂ કર્યો હતો. તેણે SIR નોટિસ ફાડી નાખી, અને BLOને ધમકી આપી અને ત્યાર પછી તે ત્યાંથી ચાલ્યો ગયો.

હવે હદ તો ત્યાં થઇ કે, જ્યારે દયાશંકર કશ્યપ, તેમના સમર્થકો સાથે રાત્રે 8 વાગ્યે BLO નિશા યાદવના ઘરે પહોંચ્યા અને તેમના પર અને તેમના પરિવાર પર હુમલો પણ કર્યો. આના કારણે BLOને ગંભીર ઈજા પણ થઈ. BLO112 પોલીસને ફોન કરીને બોલાવી, ત્યાર પછી તેમનો જીવ બચાવવામાં આવ્યો. મામલો આટલી હદે પહોંચ્યા પછી, બીજા દિવસે, દયાશંકર કશ્યપે પીડિત BLO અને વર્ષોથી પથારીવશ તેમની 82 વર્ષીય દાદી સામે IPCની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.

Amethi Police-Old Woman
tv9hindi.com

ત્યાર પછી, BLO ન્યાય મેળવવા માટે અધિકારીઓની કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સાંભળવાવાળું નથી. આ દરમિયાન, BLO નિશા યાદવે આરોપ લગાવ્યો કે, તેમને માર પણ મારવામાં આવ્યો હતો અને તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે પોલીસ તેમના નામ નિકાળવા માટે 25,000 રૂપિયા માંગણી કરી રહી છે.

એ વૃદ્ધ મહિલા લખપતિએ બતાવ્યું હતું કે, લોકો તેમની પૌત્રીને ધમકાવી રહ્યા છે અને SIRના કાગળો ફાડી નાખ્યા હતા. તે પોતાની પથારીમાંથી ઉઠી શકતી નથી અને વર્ષોથી બીમાર છે. તેમણે વધુમાં કહ્યું કે, 'અમે અમારી સામે દાખલ કરાયેલા કેસની તપાસની માંગ કરીએ છીએ.' આ દરમિયાન, સ્ટેશન ઇન્ચાર્જ રવિ સિંહે કહ્યું હતું કે, ફરિયાદ પત્રમાં ઉંમરનો ઉલ્લેખ કર્યો ન હતો. તેથી, તેમના પર કેસ નોંધવામાં આવ્યો હતો. આગળની તપાસ કર્યા પછી નામ દૂર કરવામાં આવી શકે છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ...
Opinion 
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

એક જ વ્યક્તિ, એક જ  માર્કશીટ, 2 જિલ્લા અને 2 સરકારી નોકરીઓ. જી હાં, ઉત્તર પ્રદેશના બારાબંકી...
National 
જબરા ભેજાભાજો છે... એક સાથે બે અલગ-અલગ જિલ્લામાં સરકારી નોકરીઓ... 17 વર્ષ સુધી બંને જગ્યાએ મેળવ્યો પગાર

MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

મહારાણા મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશન (MMCF) દ્વારા આપવામાં આવતા વાર્ષિક MMCF પુરસ્કારો, ભારતમાં એક પ્રતિષ્ઠિત પરંપરા છે જે સમાજ...
National 
MMCF પુરસ્કારો 2026: સેવા, હિંમત અને વારસાને સમર્પિત એક પ્રતિષ્ઠિત પરંપરા

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.