'જો તું નાહીને આવી હોય તો મને કિસ આપી દે...' હરદોઈમાં સરકારી શાળાના શિક્ષકની હરકત!

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક સરકારી કન્યા ઉચ્ચ પ્રાથમિક શાળામાં એક શિક્ષકનું શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. છઠ્ઠા, સાતમા અને આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓએ ઇન્ચાર્જ શિક્ષક સામે અયોગ્ય વર્તન, અયોગ્ય સ્પર્શ, અશ્લીલ ભાષા અને અભદ્ર ઓફરના ગંભીર આરોપો લગાવ્યા છે. શિક્ષકના કૃત્યોથી નારાજ બે વિદ્યાર્થિનીઓએ તેમના પરિવારોને જાણ કરી. આ પછી, બે બહેનોના પિતાએ બ્લોક શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી. તપાસ હાથ ધરવામાં આવી હતી, અને ત્યાર પછી ઘણી અન્ય છોકરીઓએ પણ અયોગ્ય સ્પર્શના આરોપો લગાવ્યા હતા.

તપાસ પછી, BSAએ બ્લોક શિક્ષણ અધિકારીના અહેવાલના આધારે શાળાના ઇન્ચાર્જ શિક્ષકને સસ્પેન્ડ કર્યા હતા. અહેવાલો અનુસાર, બે વિદ્યાર્થિનીઓના માતા-પિતાએ માધોગંજ વિકાસ બ્લોકમાં કન્યા ઉચ્ચ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ શિક્ષક યોગેશ કુમાર સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, શિક્ષકે તેમની પુત્રીને પૂછ્યું કે શું તે સ્નાન કરીને આવી છે. જ્યારે પુત્રીએ હા પાડી, ત્યારે શિક્ષકે તેને ચુંબન કરવાનું કહ્યું.

Bad-Touch-Girl-Students
bhaskar.com

આ ફરિયાદ પછી, બ્લોક શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી, વિદ્યાર્થીઓના લેખિત અને મૌખિક નિવેદનો નોંધ્યા. તપાસ દરમિયાન, શાળાના મહિલા સહાયક શિક્ષકની હાજરીમાં પાંચ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા. ધોરણ 8ની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે શિક્ષકે તેને વર્ગમાં બધાની સામે પોતાના ખોળામાં બેસાડી. ત્યારપછી તેણે તેની કમર પકડીને દબાવી અને તેની નાભિમાં આંગળી દાખલ કરી. જ્યારે ધોરણ 6ની એક વિદ્યાર્થિનીએ પણ જણાવ્યું કે શિક્ષકે તેની કમર પકડીને તેને દબાવી. જ્યારે ધોરણ 8ની અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, શિક્ષકે તેના ગાલને સ્પર્શ કર્યો હતો, જો કે તે સમયે વર્ગમાં કોઈ નહોતું.

શિક્ષક સામે અભદ્ર સ્પર્શ, અશ્લીલ ટિપ્પણી અને વાંધાજનક વર્તનની સાબિતી થયા પછી, આરોપી શિક્ષક યોગેશ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના સસ્પેન્શન પછી, તેમને બ્લોક શિક્ષણ અધિકારીની ઓફિસમાં મોકલવામાં આવ્યા છે. આ મામલાની સંપૂર્ણ તપાસ માટે બ્લોક શિક્ષણ અધિકારી, બિલગ્રામ અને બ્લોક શિક્ષણ અધિકારી, પીહાનીના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે.

ઇન્ચાર્જ BSA પ્રભાસ કુંવર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ફરિયાદ અને પ્રાથમિક તપાસના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સરકારી શાળામાં બનેલી આ ઘટના શિક્ષણના આ મંદિરમાં વિદ્યાર્થીનીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વિદ્યાર્થીનીઓએ શિક્ષક પર અભદ્ર સ્પર્શનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી, તપાસ હાથ ધરવામાં આવી હતી અને શિક્ષકને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ...
Sports 
શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની...
Business 
અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ભારત અને શ્રિલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2026માં જ્યારે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ તૈયારીઓ અને...
Sports 
રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય...
Opinion 
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.