- National
- અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને સુપરલાઇટ કેમ કહેવામાં આવે છે?
અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને સુપરલાઇટ કેમ કહેવામાં આવે છે?
બુધવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો, જેમાં અજિત પવારના અંગત સહાયક, સુરક્ષા કર્મચારીઓ અને ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેઓ મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા. લેન્ડિંગ દરમિયાન, વિમાન રનવે પરથી લપસી ગયું. અજિત પવાર જે વિમાનમાં બારામતી ગયા હતા, તેને Learjet 45 ગણાવવામાં આવ્યું છે, જેને સુપરલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Learjet 45 વિમાન એક ટ્વીન-એન્જિનવાળું લાઇટ બિઝનેસ જેટ છે, જેનો સામાન્ય રીતે કોર્પોરેટ અને VIP મુસાફરી માટે ઉપયોગ થાય છે. ખાસ વાત છે કે, તેને એવા પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, ટૂંકા અંતરના રૂટ અને બારામતી જેવા નાના અને પ્રાદેશિક એરપોર્ટ પર લેન્ડિંગ માટે પરફેક્ટ રહે છે.
કેમ લાવવામાં આવ્યું સુપરલાઇટ?
ઉડ્ડયન ઉદ્યોગમાં Learjet 45ને સુપરલાઇટ જેટ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. જેની શરૂઆત 90ના દાયકામાં શરૂ થઈ હતી. તેની રચનાનો હેતુ સેસના સિટેશન એક્સેલ જેવા લોકપ્રિય, મોટા-કેબિન વિમાનો સાથે સ્પર્ધા કરવાનો હતો. ચાલો હવે જાણીએ સુપર-લાઇટ શ્રેણીના જેટની વિશેષતાઓ શું છે.
Learjet 45ને સુપર-લાઇટ કેમ કહેવામાં આવે છે?
Learjet 45ને ઘણા કારણોસર સુપર-લાઇટ કહેવામાં આવે છે.
પ્રદર્શન: સુપર-લાઇટ જેટ પોતાની હાઇ સ્પીડ અને લાંબી રેન્જ ક્ષમતા માટે જાણીતું છે.
8-સીટર: આ 8 સીટર વિમાન છે. તેને ડબલ ક્લબ વ્યવસ્થા માટે ઓળખવામાં આવે છે, જેમાં ગેલેરી સાથે વૉશરૂમ પણ શામેલ છે.
ડિઝાઇન અને કમ્ફર્ટ: ભલે તેને સુપર-લાઇટ કહેવામાં આવે છે, પરંતુ કમ્ફર્ટના લેવલ પર તેમાં કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.
ટૂંકી મુસાફરી માટે પરફેક્ટ: સુપર-લાઇટ જેટ 3.5 કલાક સુધીની મુસાફરી માટે આદર્શ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ખાનગી જેટ તરીકે તેનો ઉપયોગ વધ્યો છે.
16 વર્ષ જૂનું હતું જેટ?
ક્રેશ થયેલા બોમ્બાર્ડિયર Learjet 45નો ટેઇલ નંબર VT-SSK અને સીરિયલ નંબર 45-417 હતો. તે 16 વર્ષ જૂનું હતું. આ વિમાન VSRના મોટા કાફલાનો ભાગ હતું, જેમાં ક્રેશ થયેલા વિમાન સહિત કુલ 17 વિમાનો છે. ક્રેશ થયેલ વિમાન દિલ્હી સ્થિત VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડનું હતું.
મીડિયા અહેવાલોમાં VSR વેન્ચર્સના અધિકારીઓનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે વિમાનમાં સુરક્ષા સંબંધિત કોઈ સમસ્યા નહોતી. VSRના ટોચના અધિકારી વિજય કુમાર સિંહે જણાવ્યું હતું કે વિમાન ‘100% સુરક્ષિત’ હતું અને ક્રૂ ખૂબ જ અનુભવી હતો. આ અકસ્માતનું કારણ ઓછી વિઝિબિલિટી હોઈ શકે છે, પરંતુ સચોટ કારણ DGCAની તપાસ બાદ જ જાણી શકાશે.
ત્રણ વર્ષ અગાઉ પણ અકસ્માત થયો હતો
VSR કંપનીનું એક Learjet-45 વિમાન 14 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ એરપોર્ટ પર ગંભીર અકસ્માત થયો હતો. VSR વેન્ચર્સનું Learjet-45XRનો રજિસ્ટ્રેશન નંબર VT-DBL હતો. આ જેટ વિશાખાપટ્ટનમથી આવતી વખતે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટી દરમિયાન જેટ ક્રેશ થયું હતું.
ઓટોપાયલટ સિસ્ટમ બંધ થઈ ગયા બાદ વિમાન રનવે 27ની જમણી તરફ જતું રહ્યું હતું. વિમાનનો ઢાંચો બે ભાગમાં તૂટી ગયો અને સ્ટેન્ડ C80 નજીક સ્થિર થઈ ગયું. આગ સમયસર બુઝાઈ ગઈ. વિમાનમાં સવાર તમામ 8 લોકો બચી ગયા, જોકે સહ-પાયલટ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમને ગંભીર ઈજાઓ થઈ. તપાસકર્તાઓએ અંતિમ ઉતરાણ દરમિયાન ક્રૂની સૂચનાઓ, વિઝિબિલિટીની સ્થિતિ, વિમાનની કામગીરી અને કોકપીટ ચેતવણીઓની તપાસ કરી હતી.

