આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે આગામી વર્ષ માટેના આયોજન અને નવી ભરતીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

પંચાયત વિભાગમાં મોટી ભરતીની જાહેરાત

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વહીવટી કાર્યક્ષમતા વધારવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં આ વર્ષે 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધતા કાર્યભારને પહોંચી વળવા માટે 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરાઈ છે. બનાસકાંઠાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા વાવ-થરાદ જિલ્લા માટે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતોમાં નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.

08

બજેટ ફાળવણી અને ગ્રામીણ સુવિધાઓ

વર્ષ 2026-27ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ માટે કુલ ₹14,857.85 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા ₹1070.52 કરોડનો વધારો દર્શાવે છે. ગામોમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાયુક્ત 'અટલવાડી' બનાવવા ₹60 કરોડ ફાળવાયા છે. ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અભિયાન, કચરા વ્યવસ્થાપન અને ડોર-ટુ-ડોર કલેક્શનને વધુ સુદ્રઢ બનાવવા આ યોજના અમલમાં મૂકાશે. રાજ્યમાં 1639 મેળાઓ દ્વારા 191.12 લાખ લાભાર્થીઓને ₹41,368.97 કરોડની સીધી સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

09

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાતને રેલવે ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 367 ફાટકો છે, જેમાંથી 130 પર કામ પૂર્ણ થઈ ગયું છે અને 52 ઓવરબ્રિજ/અંડરબ્રિજનું કામ પ્રગતિમાં છે. બારડોલીમાં 865 મીટર લાંબો ઓવરબ્રિજ બનવાથી 1.25 લાખ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

About The Author

Related Posts

Top News

એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

આજકાલ, હિમાચલ પ્રદેશમાં લગ્ન હવે ફક્ત ધાર્મિક રીતિ રિવાજો સુધી મર્યાદિત નથી રહી ગયા, પરંતુ તેમની અનોખી વાર્તાઓને...
National 
એક લગ્ન આવા પણ... 66 વર્ષના પુરુષે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન! દુલ્હને કહ્યું- 'હું ખૂબ સેવા કરીશ'

કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પુરી થઇ ગઈ છે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે....
National 
કોણ છે આ 'સાઇલન્ટ વોટર્સ' જે એક્ઝિટ પોલને પણ પલટાવી દેવાની ક્ષમતા રાખે છે, દરેક પાર્ટીઓને તેનો ડર રહેતો હોય છે!

'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે...
National 
'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે

F35 ફાઇટર જેટનું લાઈટનિંગ 2 વર્ઝન વિશ્વનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પાઇલોટ્સ દ્વારા પહેરવામાં આવતું હેલ્મેટ વિશ્વની...
Science 
4 કરોડનું એક હેલ્મેટ, છે ને અદ્ભુત! તેને પહેરવાથી જમીનથી આકાશ સુધી બધું જ દેખાતું હોય છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.