મલાડ રેલવે સ્ટેશન પર નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ, ભાજપના નેતાએ નોંધાવી ફરિયાદ

મુંબઈમાં જાહેર સ્થળોએ નમાઝ અદા કરવાની વધુ એક ઘટના સામે આવી છે. તાજેતરમાં જ થયેલો એરપોર્ટ પરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો મલાડ સ્ટેશન નજીક નમાઝ અદા કરતા લોકોનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Salman Agha
freepressjournal.in

અહેવાલો અનુસાર, ગઈકાલે મુંબઈના મલાડ સ્ટેશનના રેલવે પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું ઘણી વખત થયું છે, અને ભાજપના નેતા કિરીટ સોમૈયાએ તેની સામે લેખિત ફરિયાદ પણ નોંધાવી છે. કિરીટ સોમૈયાએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મુંબઈના મલાડ રેલવે સ્ટેશન પર કેટલાક લોકોનો નમાઝ અદા કરતો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રેલવે સ્ટેશન પર હાજર કોઈ વ્યક્તિએ ત્યાં નમાઝ અદા કરતા લોકોનો વીડિયો બનાવી લીધો, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં મલાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં એક કામચલાઉ શેડ નીચે કેટલાક લોકો નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયોના આધારે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ રેલવે અધિકારીઓ અને પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

Kirit Somaiya
indiatoday.in

ભાજપના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છે કે રેલવે પરિસરમાં અથવા જાહેર સ્થળોએ આ રીતે નમાઝ અદા કરવી એ નિયમોની વિરુદ્ધ છે અને તેમાં સામેલ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દા પર બોલતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે, મુંબઈનું ઈસ્લામીકરણ થઈ રહ્યું છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઇમિગ્રન્ટ્સ શહેરમાં વિવિધ રીતે સક્રિય છે અને સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે. હાલમાં રેલવે અને પોલીસ અધિકારીઓ તરફથી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.