ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી છે. ભારતીય ઘરોમાં લગભગ એક દાયકાથી PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) પાઇપલાઇન્સ અને ખુણામાં રાખેલા LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર વચ્ચેની જુગલબંદી ભરોસાનું પ્રતિક હતા કે PNG કનેક્શન ક્યારેય વિક્ષેપિત થાય છે, તો સિલિન્ડરનો ઉપયોગ કરી શકાય છે. જો કે, તાજેતરના સરકારી આદેશથી આ લાંબા સમયથી ચાવતી આવતી આ જોડી કાયમ માટે તૂટી ગઈ છે.

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે કે, જે ઘરો પાસે પહેલાથી જ PNG કનેક્શન છે. તેમને LPG ગેસ સિલિન્ડર નહીં મળે. નવા સુધારા હેઠળ, જે ગ્રાહકો પાસે પહેલાથી જ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે તેઓ હવે ઘરેલુ LPG સિલિન્ડરની સુવિધા માટે હકદાર રહેશે નહીં. આ નવા નિર્દેશ બાદ, PNG ગ્રાહક તેમના હાલના સિલિન્ડરો રિફિલ કરાવી શકશે નહીં.

LPG1
indianexpress.com

સરકારના નિર્ણયના પ્રાથમિક ઉદ્દેશ્યો

સરકારનું માનવું છે કે, આ પડકારજનક સમયમાં ગેસ સપ્લાઇ સુચારુ બનાવવા માટે વિસ્તારમાં PNGની પાઇપલાઇન પહોંચી ચૂકી છે, ત્યાં LPG સિલિન્ડરોના વપરાશમાં ઘટાડો કરીને એ સિલિન્ડરોને ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં મોકલવામાં આવે જ્યાં પાઇપલાઇન સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી.

LPG પર આપવામાં આવતી સબસિડી સરકાર માટે મોટો નાણાકીય બોજ છે. શહેરી વિસ્તારોમાં જ્યાં PNG સરળતાથી ઉપલબ્ધ છે ત્યાં LPG સિલિન્ડરોના પુરવઠાને પ્રતિબંધિત કરીને, સરકારી તિજોરીને રાહત મળશે.

PNGને LPG કરતા વધુ સલામત અને પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે. કારણ કે તે પાઇપલાઇનો દ્વારા સપ્લાઇ થવાને કારણે તેમાં સિલિન્ડરો ખાલી થવા અથવા રિફિલિંગની ઝંઝંટ રહેતી નથી.

PNG2
deccanchronicle.com

સામાન્ય જનતા પર શું અસર પડશે?

આ નિર્ણયની સીધી અસર શહેરી પરિવારો પર પડશે, જેઓ સાવચેતીના પગલા તરીકે તેમના PNG કનેક્શન સાથે બેકઅપ તરીકે નાના કે મોટા LPG સિલિન્ડર રાખતા હતા.

1. PNG કનેક્શનમાં ક્યારેક-ક્યારેક મેન્ટેનેન્સને કારણે ગેસ પુરવઠો વિક્ષેપિત થઈ જાય છે. આવા સમયે, લોકો રસોઈ માટે LPG સિલિન્ડરોને બેકઅપ તરીકે આધાર રાખતા હતા, જે હવે સંભવ નહીં હોય

2. હવે સરકારી માલિકીની તેલ કંપનીઓ (જેમ કે IOCL, BPCL અને HPCL) કોઈપણ PNG ગ્રાહકને LPG રિફિલ નહીં આપે. આવા ગ્રાહકોની ઓળખ ડેટા શેરિંગ દ્વારા કરવામાં આવશે.

3. એવી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં, PNG ગ્રાહકોએ તેમના LPG કનેક્શન ફરજિયાતપણે છોડી દેવા પડશે અથવા તેમને 'નિષ્ક્રિય' સ્થિતિમાં મૂકવા કહેવામાં આવશે.

About The Author

Top News

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય...
Opinion 
ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની...
National 
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા

ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

રસોઇના બજેટ અને ગેસના અર્થશાસ્ત્રમાં આજે એક એવો ભુકંપ આવ્યો છે, જેણે મધ્યમ વર્ગના પરિવારોની બેકઅપ યોજનાઓને સંપૂર્ણપણે ઉથલાવી દીધી...
National 
ઘરમાં પાઇપવાળી ગેસ હોય, તો LPG સિલિન્ડર ભૂલી જાઓ: પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યો નિર્દેશ

બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ

રાજ્ય સરકારે તાજેતરમાં જ બે નિર્ણય લીધા હતા. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે...
Gujarat 
બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.