- National
- UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા
UP SI પરીક્ષાનું પેપર લીક કરવાની આડમાં કરતા હતા છેતરપિંડી... STFએ 3ને પકડી પાડ્યા
ઉત્તર પ્રદેશ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષા સાથે સંબંધિત એક મોટી સાયબર છેતરપિંડી સામે આવી છે. UP STFની આગરા ટીમે ટેલિગ્રામ ચેનલ દ્વારા ઉમેદવારોને છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે અને રાજસ્થાનના સવાઈ માધોપુરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પર UP પોલીસ SI ભરતી પરીક્ષા પેપર આપવાના નામે ઉમેદવારો પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે.
UP પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ, લખનઉ દ્વારા આયોજિત સબ-ઇન્સ્પેક્ટર અને સમકક્ષ પદો માટે ડાયરેક્ટ ભરતી પરીક્ષા 2025ની અખંડિતતા જાળવવા માટે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ સમય દરમિયાન, STFએ ટેલિગ્રામ પર ઘણી શંકાસ્પદ ચેનલો જોઈ, જેની ઓળખ UP SI પોલીસ 2026, રિઝલ્ટ પેનલ PVT TM અને UP SI પરીક્ષા પેપર 2026 તરીકે થઈ હતી. આ ચેનલોએ UP SI ભરતી પરીક્ષા પ્રશ્નપત્ર પૂરું પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ ટેલિગ્રામ ચેનલો અને જૂથો બનાવીને ઉમેદવારો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. તેઓ દાવો કરતા હતા કે તેમની પાસે ભરતી પરીક્ષાનું મૂળ(અસલી) પ્રશ્નપત્ર છે અને તે પૈસા ચૂકવવા પર પૂરું પાડશે. આ રીતે તેઓ ઉમેદવારો પાસેથી મોટી રકમ પડાવવાની તૈયારી કરી રહ્યા હતા.
ટેકનિકલ પુરાવાના આધારે, UP STF ટીમ રાજસ્થાન પહોંચી. સવાઈ માધોપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 05/2026, ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 319(2), 318(4), 316(2), 61(2)(A) અને IT એક્ટની કલમ 66C અને 66D હેઠળ નોંધવામાં આવ્યો હતો. ત્યારપછી, આગરા STF ટીમે રાજસ્થાન પોલીસની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી.
આગરા STFના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ સુમિત મીણા ઉર્ફે લોડા, શાહિલ અને સાજિદ છે. તમામ આરોપી રાજસ્થાનના રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી એક વિવો મોબાઇલ ફોન જપ્ત કર્યો, જેનો ઉપયોગ ટેલિગ્રામ ચેનલ ચલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.
પૂછપરછ દરમિયાન, આરોપી શાહિલે ખુલાસો કર્યો કે, તે લગભગ 15-20 દિવસ પહેલા સાજિદને મળ્યો હતો. સાજિદે તેને સિમ કાર્ડ અને બેંક ખાતા આપવાનું કહ્યું અને આ માટે તેને 5,000 રૂપિયા આપ્યા. ત્યારબાદ શાહિલે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા અને સિમ કાર્ડ પૂરા પાડ્યા.
તપાસમાં એ પણ બહાર આવ્યું કે, સુમિત મીણા તેના ગામના રહેવાસી સુમેર સિંહ મીણાના સંપર્કમાં હતો. સુમેર સિંહ મીણાએ ટેલિગ્રામ પર 'રિઝલ્ટ પેનલ' નામનું એક ગ્રુપ બનાવ્યું હતું અને ભરતી પરીક્ષાના પેપર આપવાનું વચન આપીને લોકોને છેતરવાની યોજના બનાવી હતી.
હાલમાં, પોલીસનું કહેવું છે કે, તેઓ આ કેસમાં અન્ય શંકાસ્પદોને શોધી રહ્યા છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસ સંયુક્ત રીતે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

