સુરતના સોશિયલ મીડિયા સેન્સેશન રાજૂ કલાકારને સોનૂ નિગમે આપી સાથે ગાવાની તક, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ રાતોરાત સ્ટાર બની શકે છે. તાજેતરમાં જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેણે દિલ પે ચલાઇ છુરિયાંગીત પર પથ્થરોથી શાનદાર ધૂન વગાડીને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ ગયો. આ વ્યક્તિનું નામ રાજુ ભટ્ટ છે, જેને રાજૂ કલાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયે તે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. વાયરલ થયા બાદ રાજૂ બુલંદીઓ પર છે. આ સમયે તે આખા દેશની નજરમાં આવી ગયો છે અને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

sonu-nigam2
instagram.com/rajankaali

હાલમાં જ, તેની પ્રતિભા બોલિવુડના દિગ્ગજ સિંગર સોનૂ નિગમ સુધી પહોંચી ગઈ. તેની આ કલાએ તેને સોનૂ નિગમ સાથે સીધા ગાવાની તક આપી દીધી છે, જ્યાં તે એક સ્ટૂડિયોમાં સોનૂ નિગમ સાથે 'દિલ પે ચલાઈ છુરિયાં' ગીત ગાતો જોવા મળ્યો. બંનેની આ જુગલબંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેને 2025ની સૌથી મોટો કોલેબ બતાવી રહ્યા છે.

https://www.instagram.com/reel/DKkHQSVopcq/?utm_source=ig_web_copy_link

તમને જણાવી દઈએ કે રાજૂ કલાકારની કહાની કોઈ પ્રેરણાદાયી ફિલ્મથી ઓછી નથી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો રાજૂ એક કઠપૂતળી કલાકાર છે, જેણે પોતાની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે સંગીત માટે કોઈ ટ્રેનિંગ લીધી નથી, ન તો તેની પાસે ગાવા અને વગાડવા માટે કોઈ મોંઘા મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ હતા, પરંતુ તેના ઝનૂને તેને એક અનોખો રસ્તો બતાવ્યો. એક દિવસ તૂટેલા પથ્થરો વગાડતા 90ના દાયકાનું પ્રખ્યાત ગીત દિલ પે ચલાઈ છૂરિયા' પર ખૂબ જ મધુર ધૂન વગાડી રહ્યો હતો અને પોતાના સૂરમાં એ ગીત ગાઈ રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે તે રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો. આ ગીતના વીડિયો અત્યાર સુધી 146 મિલિયનથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે.

https://www.instagram.com/reel/DL-SJQ_vmq9/?utm_source=ig_web_copy_link&igsh=MWZ6dmV1d2Q0YTZiaw==

આ વાયરલ વીડિયોએ રાજુને ન માત્ર ફેન્સની ભીડ આપી, પરંતુ બોલિવૂડના દિગ્ગજ સિંગર સોનૂ નિગમનું પણ ધ્યાન ખેંચ્યું. સોનૂ જેને ફિલ્મ 'બેવફા સનમ' માટે આ ગીત ગાયું હતું, તે રાજુની ક્રિએટિવિટીથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેની સાથે એક ખાસ કોલેબોરેશન કરવાનો નિર્ણય લીધો. T-Seriesના સહયોગથી બનેલા આ વીડિયોમાં સોનૂ અને રાજુ એક સાથે દિલ પે ચલી છુરિયાં' ગાતા નજરે પડી રહ્યા છે. સોનૂએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું-તમે તેને ગુંજારવી રહ્યા છો... હવે તેને નવા અંદાજમાં સાંભળવા માટે તૈયાર થઈ જાવ. આ સોમવારે કંઈક ખાસ આવવાનું છે!

Related Posts

Top News

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.