એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો તમે પણ તમારા સ્માર્ટફોન, ઇ-મેઇલ અને બેંકિંગ એપ્લિકેશન્સમાં નબળા પાસવર્ડ રાખો છો, તો તમે ખૂબ મોટા જોખમમાં છો. એટલું મોટું જોખમ કે વ્યક્તિગત માહિતી લીક થવા અને બેંક ખાતું ખાલી થવા કરતા કેટલું મોટું. જો આજે પણ તમે પાસવર્ડને બદલે 'બાબુ-સોના', 'લવ88' અને 'પાસવર્ડ'નો ઉપયોગ કરો છો તો જીવનભરની મહેનત ગુમાવવા જેટલું મોટું જોખમ છે. આ બધુ સાંભળીને તમે કહેશો- થયું શું છે. શું કોઈ મોટું નુકસાન થયું છે? શું કંપની બંધ થઈ ગઈ છે?

એકદમ આવું જ થયું છે. 158 વર્ષ જૂની કંપની માત્ર એક નબળા પાસવર્ડને કારણે બંધ થઈ ગઈ. 700થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો જોવો પડ્યો છે. માત્ર એક નબળો પાસવર્ડ અને હેકર્સે આખી કંપનીને ડૂબાડી દીધી.  આ મામલો બ્રિટનની સૌથી જૂની લોજિસ્ટિક્સ કંપની નાઈટ્સ ઓફ ઓલ્ડ સાથે જોડાયેલો છે. કંપનીએ પોતાના તમામ ઓપરેશન્સ બંધ કરવા પડ્યા અને 700થી વધુ કર્મચારીઓને કાઢવા પડ્યા. BBCના રિપોર્ટ મુજબ, કંપનીએ રેન્સમવેર ગેંગ અકીરાની કરોડો પાઉન્ડની ખંડણીની માગણી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામે, કંપની હવે બંધ થઈ ચૂકી  છે. આ ગેંગે કંપનીના એક કર્મચારીનો નબળા પાસવર્ડની જાણકારી મેળવી લીધી અને પછી તેના સહારે આખા નેટવર્ક પર કબજો કરી લીધો.

weak password
cybernews.com

રેન્સમવેર પણ એક પ્રકારનો સાયબર ક્રાઈમ છે, જેમાં તમારી સિસ્ટમ પર કબજો કરીને તમારી પાસેથી પૈસા માગવામાં આવે છે. મતલબ તેમાં તમારા બેન્ક ખાતામાંથી પૈસા ઉડાવવામાં આવતા નથી, તમારી વ્યક્તિગત માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી, પરંતુ તમારી સિસ્ટમ પર કબજો કરી લેવામાં આવે છે. એવામાં મોટાભાગે મોટી કંપનીઓ આવા ગુનાનો શિકાર થઈ જાય છે. સિસ્ટમ પર કબજો થયા બાદ બધું જ હોલ્ડ પર જતું રહે છે. સ્ક્રીન પર ખંડણીનો મેસેજ દેખાય છે.

અમેરિકન કોલોનિયલ પાઇપલાઇન કંપનીથી લઈને ઓસ્ટ્રેલિયાની મેડીસિક્યોર જેવી મોટી કંપનીઓ આવી સાયબર છેતરપિંડીનો શિકાર થઈ ચૂકી છે. આ કેસમાં પણ આવું જ થયું. વર્ષ 2023માં, કંપનીની સિસ્ટમ પર કથિત રીતે સાયબર ગેંગે કબજો કર્યો અને પછી કરોડોની માગણી કરી. જોકે કેટલા પૈસાની માગણી કરવામાં આવી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ રિપોર્ટ મુજબ આ રકમ 5 મિલિયન પાઉન્ડ એટલે કે 55 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. KNPએ હેકર્સની વાત ન માની, કેમ કે તેમ ને લાગ્યું કે તેનો વીમો છે. પરંતુ તેમની પાસે તો વીમો છે, પરંતુ વીમો IT સ્ટાન્ડર્ડને પૂરો કરતો નથી.

weak password
attorneyatlawmagazine.com

આગળ શું થયું, અમે તમને આગળ જ કહી દીધું છે. હવે કંપની આગળ શું કરશે, તે કદાચ આપણાં કામનું પણ નથી. મતલબ કે કાયદાકીય લડાઈથી લઈને નેટવર્ક સેફ્ટી સુધી. પરંતુ તમારા કામની છે એ ચેતવણી જે અમે સૌથી પહેલા આપી છે. પાસવર્ડ આજની તારીખમાં તમારી તિજોરીની ચાવી છે. જેમ ચાવી સુરક્ષિત રાખવામાં આવે છે, તેમ પાસવર્ડ પણ સુરક્ષિત રાખો.

હંમેશાં લાંબા અને મુશ્કેલ પાસવર્ડ બનાવો. ગૂગલ પાસવર્ડ મેનેજર જેવી સર્વિસની મદદ લો. તે નબળા પાસવર્ડને પકડે પણ છે અને મજબૂત પાસવર્ડ સૂચવે છે. જન્મ તારીખ, લગ્નની વર્ષગાંઠને પાસવર્ડ બનાવવાનો નથી. સાથે જ એક ટિપ્સ લેતા જાવ, લાંબા પાસવર્ડ માટે, તમારી મનપસંદ ગીત અથવા વાક્યની મદદ લો. જેમ હમેં તુમસે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે’, તેના પહેલા અક્ષરો કાઢી લો અને તેમાં કેટલાક નંબરો જોડીને પાસવર્ડ બનાવી લો, જેમ કે, ‘HTPKYHNJ1988’. તેને યાદ રાખવું મુશ્કેલ નથી અને તે સરળતાથી પકડાશે નહીં.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.