- Sports
- લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી રોમાન્ચક ટેસ્ટ હારનું દુઃખ મનાવી રહેલા ભારતીય ફેન્સ સામે એક એવો વીડિયો આવ્યો, જેને જોઇને તેઓ હેરાન થઇ ગયા.
https://www.instagram.com/reel/DMI8X2UMG9q/?utm_source=ig_web_copy_link
એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને સ્ટેડિયમમાં એન્ટ્રી લેતા રોકવામાં આવ્યો હતો. હવે પૂર્વ ભારતીય ખેલાડી દિનેશ કાર્તિકે આ દાવાની પૂરી વાસ્તવિકતા બધાને બતાવી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘લોર્ડ્સના સુરક્ષા ગાર્ડે જિતેશ શર્માને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો. આ ખૂબ જ શરમજનક છે.’ જોત જોતામાં આ વીડિયો આગની જેમ ફેલાઈ ગયો. હવે જીતેશના 'ગુરુ' કહેવાતા દિનેશ કાર્તિકે, આ વીડિયોની વાસ્તવિકતા બતાવી છે.
https://twitter.com/DineshKarthik/status/1945447509037351412
ભારતના પૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે એવી અફવાઓને ફગાવી દીધી છે કે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન જીતેશ શર્માને લોર્ડ્સ સ્ટેડિયમમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો હતો. લોર્ડ્સમાં સ્કાય સ્પોર્ટ્સ માટે કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ દિગ્ગજ વિકેટકીપર દિનેશ કાર્તિકે પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, ‘સોશિયલ મીડિયા સાથે જોડાયેલી કેટલીક એવી સમસ્યાઓ છે, જેનો સામનો ઘણા લોકો કરે છે. મેં જીતેશને કોમ બોક્સમાં બોલાવ્યો હતો, તે આવ્યો પણ હતો અને હું નીચે જઈને તેને મળ્યો અને તેને કોમ બોક્સમાં લઈ ગયો અને તે ત્યાં બધાને મળ્યો. આમ તો આ મીડિયા સેન્ટરની નીચે છે, ગ્રાઉન્ડનો પ્રવેશદ્વાર નહીં.’

તમને જણાવી દઈએ કે, જીતેશ શર્માએ અત્યાર સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેણે 9 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે 14.28ની સરેરાશ અને 147.05ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 100 રન બનાવ્યા છે. જીતેશે IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનાવવામાં મહાત્ત્વ્નું યોગદાન રહ્યું હતું. જમણા હાથના આ બેટ્સમેને 15 મેચમાં 37.3ની સરેરાશ અને 176.35ની સ્ટ્રાઈક રેટથી 261 રન બનાવ્યા હતા.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
