- Sports
- અચાનક મેદાનમાં ભાગવા લાગ્યા ભારતીય ખેલાડીઓ, બેટ્સમેનોએ પણ રમવાનો કરી દીધો ઇનકાર, જાણો કેમ
અચાનક મેદાનમાં ભાગવા લાગ્યા ભારતીય ખેલાડીઓ, બેટ્સમેનોએ પણ રમવાનો કરી દીધો ઇનકાર, જાણો કેમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસની રમત જલદી ખતમ કરવી પડી કેમ કે, ગ્રાઉન્ડ પર 'લેડીબર્ડ્સ' નામના ઉડતા કીડાઓએ હુમલો કરી દીધો. જેના કારણે ભારતીય ખેલાડીઓ મેદાન પર ભાગતા નજરે પડ્યા હતા. તો ક્રીઝ પર ઊભા ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને જો રૂટ પણ પરેશાન દેખાયા અને બેટિંગ કરવાનો ઇનકાર કરી દીધો.

ઇંગ્લેન્ડની ઇનિંગની 81મી ઓવર દરમિયાન ઉડતા કીડાઓ મેદાન પર જોવા મળ્યા હતા. જેણે સૌથી પહેલા જસપ્રીત બૂમરાહને ઘેરી લીધો હતો. જોકે, બાદમાં આ કીડા આખા મેદાનમાં ફેલાઈ ગયા હતા. જેના કારણે અમ્પાયરે થોડા સમય માટે મેચ બંધ કરવી પડી હતી. જોકે થોડીવારમાં કીડાઓઓ પોતાની જાતે જ મેદાનથી બહાર જતા રહ્યા, પરંતુ કેટલાક ખેલાડીઓની જર્સી ચોંટેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ માત્ર 2 ઓવરની રમત સંભવ થઈ શકી અને દિવસની રમત સમાપ્ત ઘોષિત જાહેર કરી દેવામાં આવી હતી.
https://twitter.com/SkyCricket/status/1943361700066910668
ગુરુવારે દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવીને 251 રન બનાવી લીધા છે. રૂટ 191 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 99 રન બનાવીને ક્રીઝ પર છે અને સ્ટોક્સ નોટઆઉટ 102 બોલમાં 39 રન બનાવીને ક્રીઝ પર છે. બંને અત્યાર સુધી પાંચમી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી ચૂક્યા છે. રૂટે આ અગાઉ ત્રીજી વિકેટ માટે ઓલી પોપ સાથે 109 રનની પાર્ટનરશિપ કરી હતી. પોપ 104 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ માટે ઇનિંગની શરૂઆત કરવા આવેલા જેક ક્રોલી 18 રન અને બેન ડકેટ 23 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. છેલ્લી મેચમાં સદી લગાવનાર હેરી બ્રૂક માત્ર 11 રન બનાવીને જસપ્રીત બૂમરાહના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.

ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ અને જસપ્રીત બૂમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. ભારતીય બોલિંગ પાછલી મેચની જેમ પ્રભાવી દેખાઈ નહોતી. કેપ્ટન શુભમન ગિલ દ્વારા જાડેજા અને વોશિંગ્ટન સુંદરનો ઓછો ઉપયોગ પણ સમજથી બહાર હતો. ભારતીય ટીમને પહેલા અને ત્રીજા સેશનમાં 2-2 વિકેટ મળી હતી, જ્યારે ઇંગ્લેન્ડે બીજા સત્રમાં એક પણ વિકેટ ગુમાવી નહોતી.
Related Posts
Top News
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Opinion
