ગિલનો ક્લાસ, આકાશ-સિરાજનો પેસ એટેક.., 5 ફેક્ટર જેના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચ 336 રનથી જીતી લીધી. આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો ટારગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા ઇંગ્લેન્ડની આખી ટીમ બીજી ઇનિંગમાં માત્ર 271 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીતને કારણે ભારતે 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચ 10 જુલાઈ (ગુરુવાર)થી લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાવાની છે. ભારતીય ટીમને લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ટીમની રણનીતિની નિંદા થઈ રહી હતી. હવે આ મેચમાં ભારતીય ખેલાડીઓ લયમાં જોવા મળ્યા અને એજબેસ્ટન ગ્રાઉન્ડ પર પહેલી ટેસ્ટ જીતી. ભારતીય ટીમની જીતમાં 5 ફેકટરની મહત્ત્વની ભૂમિકા રહી.

gill
espncricinfo.com

ગિલની શાનદાર કેપ્ટન્સી અને અદ્ભુત બેટિંગ:

શુભમન ગિલની 2 સદીએ ભારતીય ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. શુભમન ગિલે પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા. ત્યારબાદ  તેણે બીજી ઇનિંગમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 161 રન બનાવ્યા. એટલે કે આ મેચમાં શુભમનના બેટથી 430 રન આવ્યા. શુભમન ગિલની કેપ્ટન્સી પણ પાછલી મેચ કરતા સારી હતી.

akash-siraj
espncricinfo.com

આકાશ-સિરાજનો પેસ એટેક:

ભારતીય ટીમ આ મેચમાં જસપ્રીત બૂમરાહ વિના ઉતરી હતી. પરંતુ તેની કમી આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે પૂરી કરી. સિરાજે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી. તો, આકાશ દીપે બીજી ઇનિંગમાં 6 વિકેટ લીધી. આકાશ દીપે પહેલી ઇનિંગમાં પણ 4 વિકેટ લીધી. એટલે કે, તેણે આ મેચમાં 10 વિકેટ લીધી. પહેલી ઇનિંગમાં જેમી સ્મિથ અને હેરી બ્રુક વચ્ચે 303 રનની પાર્ટનરશિપ બાદ આ બંને બોલરોએ જ ભારતીય ટીમની વાપસી કરાવી અને છેલ્લી 5 વિકેટ જલદી લીધી હતી.

jaddu
espncricinfo.com

ફિલ્ડિંગમાં પણ સુધારો:

લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ 8 કેચ છોડ્યા હતા. એ મેચની તુલનામાં ભારતીય ટીમનું આ મેચમાં ફિલ્ડમાં પ્રદર્શન સારું રહ્યું. ભારતીય ખેલાડીઓએ કેટલીક તકો જરૂર ગુમાવી, પરંતુ જ્યારે વિકેટ લેવાની વાત આવી ત્યારે ફિલ્ડરોએ બોલરોને સારો સાથ આપ્યો. તેનું પરિણામ પણ આ મેચમાં જોવા મળ્યું.

archer
espncricinfo.com

ઇંગ્લેન્ડની નબળી બોલિંગ:

આ મેચમાં ભારતીય ટીમે બંને ઇનિંગ્સમાં મળીને 1000 થી વધુ રન બનાવ્યા. તેનાથી ખબર પડે છે કે મેજબાન ટીમે બોલિંગમાં સ્ટ્રગલ કર્યું. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના બોલરો ભારતીય ટીમ ક્યારે દાવ ડિક્લેર કરશે તેની રાહ જોઈ રહ્યા. જો ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં જોફ્રા આર્ચરને રમાડતી, તો બની શકતું હતું કે તે થોડો પ્રભાવ છોડતો. જોકે, ઇંગ્લેન્ડે વિજેતા કોમ્બિનેશનમાં બદલાવ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જાડેજા-સુંદરની ઓલરાઉન્ડ રમત:

રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના પ્રદર્શનને પણ નકારી નહીં શકાય. જાડેજાએ પહેલી ઇનિંગમાં 89 રન અને બીજી ઇનિંગમાં અણનમ 69 રન બનાવ્યા. તો, સુંદરે પહેલી ઇનિંગમાં 42 રન બનાવ્યા. જાડેજા અને સુંદરે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં 1-1 વિકેટ પણ લીધી. ઇગ્લિશ કેપ્ટન સ્ટોક્સની વિકેટ ખૂબ જ મહત્ત્વની રહી, જે સુંદરના બોલ પર LBW આઉટ થયો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.