- Sports
- વિરાટ-રોહિત અને અશ્વિન બાદ જાડેજાનો સંન્યાસ દૂર નથી? દિગ્ગજનું હેરાનીભર્યું નિવેદન
વિરાટ-રોહિત અને અશ્વિન બાદ જાડેજાનો સંન્યાસ દૂર નથી? દિગ્ગજનું હેરાનીભર્યું નિવેદન
ભારતના સીનિયર ક્રિકેટરો એક બાદ એક સંન્યાસ લઈ રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. રવિચંદ્રન અશ્વિન પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે રવિન્દ્ર જાડેજાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે, જેણે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પરંતુ અત્યાર સુધી વન-ડે અને ટેસ્ટ ટીમમાં રમી રહ્યો છે. હવે એક પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ગૌતમ ગંભીરને સલાહ આપી નાખી છે, આ સલાહ રવિન્દ્ર જાડેજાના કરિયર સાથે જોડાયેલી છે.
એક સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હેડિને કહ્યું કે, કદાચ રવિન્દ્ર જાડેજાના કરિયરનું પતન શરૂ થઈ ગયું છે. શું આપણે રવિન્દ્ર જાડેજાનું પતન જોઈ રહ્યા છીએ? હું માનું છું કે તે ભારતીય પીચો પર ખૂબ પ્રભાવ છોડે છે અને એ પણ જાણું છું કે ભારતીય પીચો પર ડાબા હાથની સ્પિન બોલિંગનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે. પરંતુ હું નથી માનતો કે તે હવે ભારતીય ટીમ માટે સ્પિનર તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં જોવાનું પસંદ કરશે, જે વિકેટ લેવામાં વધુ અસરકારક રહેશે.
બ્રેડ હેડિને એજબેસ્ટનમાં રમાનારી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમને પણ સલાહ આપી હતી. તેમનું માનવું છે કે જો નીતિશ કુમાર રેડ્ડી રમે છે, તો રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ભારતીય ટીમે એટેકિંગ સ્પિન એટલે કે કુલદીપ યાદવનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. હેડિનના મતે, કુલદીપ ખાસ કરીને વિદેશી ટૂર પર જાડેજા કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી એજબેસ્ટનમાં રમાશે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતની નજીક આવીને મેચ હારી ગઈ હતી. પાંચમા દિવસે ભારતીય ટીમ 371 રનના વિશાળ લક્ષ્યને પણ ડિફેન્ડ કરી શકી નહોતી.

