- Entertainment
- અક્ષય કુમાર થયો ટ્રોલિંગનો શિકાર, ક્રિકેટ ફેન્સે કહી દીધો પનૌતી, પત્ની સાથે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત...
અક્ષય કુમાર થયો ટ્રોલિંગનો શિકાર, ક્રિકેટ ફેન્સે કહી દીધો પનૌતી, પત્ની સાથે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ જોવા પહોંચ્યો હતો એક્ટર
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્ના સોમવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ જોવા માટે લોર્ડ્સના ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંને દિગ્ગજ કોમેન્ટેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સાથે જોવા મળ્યા હતા. ત્યારથી અક્ષય કુમાર લાઈમલાઇટમાં છે. અક્ષય કુમારને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ મેચ હારી ગઈ છે. એવામાં, ક્રિકેટ ફેન્સ અક્ષયથી નારાજ થઈ ગયા છે અને તેને પનૌતી કહી રહ્યા છે. ક્રિકેટ ફેન્સનું માનવું છે કે જ્યારે અક્ષય કુમાર મેચ જોવા જાય છે, ત્યારે ભારતીય ટીમ હારી જાય છે.
એક યુઝરે લખ્યું કે, ‘જ્યારે-જ્યારે અક્ષય કુમાર સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચ્યો છે ભારતીય ટીમ મેચ જીતી નથી. પનોતી. અન્ય એક યુઝરે લખ્યું કે, જ્યારે અક્ષય કુમાર મેચને સપોર્ટ કરે છે, ત્યારે ભારત મેચ હારી જાય છે. આ પ્રકારની ઘણી કમેન્ટ જોવા મળી રહી છે.
https://twitter.com/academy_dinda/status/1944718883362873717
https://twitter.com/Ctrlmemes_/status/1944711423256371210
https://twitter.com/iamsatyaaaaaaa/status/1944837001448186343
જો કે, આ દરમિયાન, લોકોને અક્ષયનો લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, ‘અક્ષય કુમાર, તમે આવો લૂક મોટા પડદા પર કેમ નથી બતાવતા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘અક્ષય કુમાર 57 વર્ષની ઉંમરે 40 વર્ષનો લાગી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અક્ષય કુમાર જાડેજાની બાયોપિકમાં જોવા મળશે.
https://twitter.com/RahulGu04197245/status/1944712787906986436
https://twitter.com/RahulGu04197245/status/1944712787906986436
https://twitter.com/BaBaBombastic1/status/1944797003113787392
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર છેલ્લી વખત સાઉથ ફિલ્મ ‘કન્નપ્પા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અક્ષયે નાનકડી ભૂમિકા ભજવી હતી. તે શિવજીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ અગાઉ તે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’માં જોવા મળ્યો હતો. ફિલ્મને સારા રિવ્યૂ મળ્યા હતા. અક્ષયને કોમિક રોલમાં ફેન્સ ખૂબ પસંદ કરે છે. હવે અક્ષયના હાથમાં ઘણા બધા પ્રોજેક્ટ છે. તે ‘ભૂત બાંગ્લા’, ‘વેલકમ ટૂ ધ જંગલ’, ‘હેરા ફેરી 3’, ‘જોલી LLB 3’ અને ‘Vedat Marathe Veer Daudle Saat’માં જોવા મળશે.

