- Sports
- ભારતીય ટીમ આજે આ 3 કામ કરે તો ત્રીજી ટેસ્ટમાં જીત સુનિશ્ચિત થઈ જશે
ભારતીય ટીમ આજે આ 3 કામ કરે તો ત્રીજી ટેસ્ટમાં જીત સુનિશ્ચિત થઈ જશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ હવે તેના રોમાન્ચક વળાંક પર પહોંચી ગઈ છે. આજે લોર્ડ્સ ટેસ્ટનો ત્રીજો દિવસ રોમાંચક થવાનો છે. ત્રીજા દિવસે ઘણી હદ સુધી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કઈ ટીમ બાજી મારશે એ સ્પષ્ટ થઈ જશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 387 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે અત્યાર સુધી પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 53 અને રિષભ પંત 19 રન બનાવીને રમી રહ્યા છે. અહીંથી, જો ભારતે પોતાની જીત સુનિશ્ચિત કરવી હોય, તો તેને લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે 3 મોટા કામ કરવા પડશે. ચાલો તેના પર એક નજર કરીએ.
1. ત્રીજા દિવસે એક કલાક સુધી બચવું પડશે
કેએલ રાહુલ 53 અને રિષભ પંત 19 રન બનાવીને રમી રહ્યા છે. ભારતીય ટીમે અત્યાર સુધી પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે. જ્યારે લોર્ડ્સમાં ત્રીજા દિવસની રમત શરૂ થશે, તો ભારતે પહેલા સેશનમાં શરૂઆતી એક કલાક સુધી વિકેટ બચાવીને રાખવી પડશે. જો કેએલ રાહુલ અને રિષભ પંત સવારનો પહેલો કલાક કાઢી નાખે છે, તો તેઓ ઈંગ્લેન્ડના બોલરો પર હાવી થઈને રમી શકે છે. જો ઇંગ્લેન્ડના બોલરો મેચના પહેલા કલાકમાં ભારતની એક પણ વિકેટ લેવામાં અસમર્થ રહ્યા તો તેઓ દબાવમાં આવશે, જેનો ફાયદો કેએલ રાહુલ અને રિષભ પંત ઉઠાવી શકે છે.

2. રાહુલ અને પંતે 200+ રનની પાર્ટનરશિપ કરવી પડશે
કેએલ રાહુલ અને રિષભ પંતે અત્યાર સુધીમાં ચોથી વિકેટ માટે 38 રન જોડ્યા છે. જો આ બંને બેટ્સમેન લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે 200+ રનની પાર્ટનરશીપ કરે છે, તો તેઓ ભારતને પહેલી ઇનિંગમાં એક વિશાળ સ્કોર સુધી લઈ જઈ શકે છે. એવામાં કેએલ રાહુલ અને રિષભ પંત બંને બેટ્સમેનોએ સદી ફટકારવી પડશે. કેએલ રાહુલે છેલ્લી વખત વર્ષ 2021 ટેસ્ટ સીરિઝમાં લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી હતી. જો ભારતે ઇંગ્લેન્ડના સ્કોર (387 રન)ને પાર કરવો હોય, તો કેએલ રાહુલ અને રિષભ પંતે મોટી ઇનિંગ રમવી પડશે.

3. જીત સુનિશ્ચિત કરવા માટે ભારતે 500 રન બનાવવા પડશે
ભારતે જો લોર્ડ્સ ટેસ્ટમાં પોતાની જીત સુનિશ્ચિત કરવી હોય, તો તેણે પહેલી ઇનિંગમાં ઓછામાં ઓછા 500 રન બનાવવા પડશે. ભારતનો પહેલો ટારગેટ ઇંગ્લેન્ડના 387 રનના સ્કોરને પાર કરવાનો રહેશે. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના બોલરો પર હાવી થઈને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરવો પડશે. જો ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 500 રન બોર્ડ પર લગાવે છે, તો તેની પાસે 100થી વધુ રનની લીડ હશે. લોર્ડ્સના મેદાન પર પર પ્રથમ ઇનિંગ્સમાં 100થી વધુ રનથી વધુની લીડ લઈને ઇંગ્લેન્ડ પર શકંજો કસવાનો સોનેરી અવસર હશે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
