- Sports
- ‘જો તમે વિકેટ નથી લેતા તો..’, બીજી ટેસ્ટ અગાઉ કુલદીપ યાદવે કોના પર સાધ્યું નિશાન?
‘જો તમે વિકેટ નથી લેતા તો..’, બીજી ટેસ્ટ અગાઉ કુલદીપ યાદવે કોના પર સાધ્યું નિશાન?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ બુધવાર 2 જુલાઈથી એજબેસ્ટન, બર્મિંઘમમાં શરૂ થઈ રહી છે. આ મેચ અગાઉ, ઘણા ક્રિકેટ એક્સપર્ટે કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની ભલામણ કરી છે. પહેલી ટેસ્ટમાં ભારતે 3 ફાસ્ટ બોલર, એક સ્પિન ઓલરાઉન્ડર અને એક સીમ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જસપ્રીત બૂમરાહ સિવાય કોઈ બોલર ઇંગ્લિશ બેટ્સમેનો પર દબાણ લાવી શક્યો નહોતો.
કુલદીપ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી નેટ પ્રેક્ટિસમાં પૂરી ગતિથી બોલિંગ કરી રહ્યો છે, જેનાથી સંકેત મળે છે કે તે ઓક્ટોબર 2024 બાદ પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. હવામાનના રિપોર્ટ મુજબ, બર્મિંઘમની પીચ સામાન્ય કરતા વધુ સૂકી રહી શકે છે અને પાંચેય દિવસ ગરમીની સંભાવના છે, જે સ્પિન બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કુલદીપ યાદવે કહ્યું કે, 'જો તમે વિકેટ લેતા નથી તો તમે ટીમમાં પોતાની જગ્યા બનાવી શકતા નથી, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં. પછી તમે ઘર પર રમી રહ્યા હોવ કે બહાર, લક્ષ્ય એક જ હોય છે. બોલને સારી રીતે સ્પિન કરાવો, ડ્રિફ્ટ પેદા કરો અને વિકેટ લો. કુલદીપે કહ્યું કે 2025ના IPL દરમિયાન, તેણે દિલ્હી કેપિટલ્સ (DC)માં પોતાના મેન્ટર રહેલા કેવિન પીટરસન પાસેથી ઇંગ્લેન્ડ પ્રવાસને લઈને ઘણી વાતો શીખી હતી. કુલદીપ યાદવે કહ્યું કે, ‘તેમણે મને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઘણી સમજ આપી.
અમે ફિલ્ડ પ્લેસમેન્ટ, પીચ અને ઇંગ્લિશ બેટ્સમેનોની માનસિકતા પર ચર્ચા કરી. તેમણે મને કહ્યું કે ઇંગ્લેન્ડમાં મોટાભાગના સ્પિનરો ડિફેન્સિવ માઇન્ડસેટ સાથે આવે છે. તેઓ માને છે કે ફાસ્ટ બોલરો જ વિકેટ લેશે અને સ્પિનરો માત્ર સપોર્ટ કરશે. પરંતુ પીટરસને મને વિરુદ્ધ વિચારવાનું કહ્યું. જો હું 15-20 ઓવર બોલિંગ કરી રહ્યો છું, તો મારે દરેક બોલ પર વિકેટ માટે વિચારવું પડશે.

