- National
- ‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ
‘સંબંધ બાંધવાની ઉંમર 18ની જગ્યાએ 16 વર્ષ કરો..’, સુપ્રીમ કોર્ટમાં ઉઠી આ માગ
એમિક્સ ક્યૂરી અને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે પરસ્પર સહમતિથી રોમાન્ચ અને સંબંધ બનાવવાની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરી દેવામાં આવે. તેમણે તર્ક આપ્યો કે વર્તમાન કાયદો કિશોરો વચ્ચે સહમતિથી રોમેન્ટિક સંબંધને ગુનો માને છે. તેમનું માનવું છે કે, આ તેમના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન છે. જોકે, કેન્દ્ર સરકારે તેનો સખત વિરોધ કર્યો છે. એમિક્સ ક્યૂરી એવી વ્યક્તિઓ હોય છે, જે કોઇ કાયદાકીય મામલે પક્ષકાર હોતા નથી, પરંતુ આ કેસમાં કોર્ટને માહિતી અથવા સલાહ પૂરી પાડે છે. જયસિંહ, 'નિપુણ સક્સેના વિરુદ્ધ ભારત સંઘ' કેસમાં સુપ્રીમ કોર્ટની મદદ કરી રહ્યા છે.
તેમણે POCSO અને ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 375ને પડકારી છે. આ હેઠળ 16થી 18 વર્ષની વયના કિશોરો વચ્ચે યૌન ગતિવિધિઓને સંપૂર્ણ ગુનો જાહેર કરવામાં આવ્યો છે. ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે, ‘સહમતિની ઉંમર 16 વર્ષથી 18 વર્ષ કરવા માટે કોઈ તર્કસંગત ડેટા નથી. વર્ષ 2013માં ફોજદારી કાયદો (સંશોધન) અધિનિયમ પહેલાં, 70 વર્ષો સુધી પરસ્પર સહમતિની ઉંમર 16 વર્ષ જ હતી. આજના સમયમાં, કિશોર સમય અગાઉ તરુણાવસ્થા પ્રાપ્ત કરી લે છે અને રોમેન્ટિક અને જાતીય સંબંધો માટે સક્ષમ હોય છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, સહમતિની ઉંમર ઘટાડીને 18 વર્ષથી ઓછી નહીં કરી શકાય, કેમ કે તેનો હેતુ સગીરોને જાતીય શોષણથી બચાવવાનો છે, જે મોટા ભાગે સંબંધીઓ દ્વારા કરવામાં આવે છે. જો કે, સરકારે એ પણ સ્વીકાર્યું કે કિશોરો વચ્ચેના રોમેન્ટિક અને શારીરિક સંબંધોના કેસોમાં કોર્ટ પોતાના વિવેક અનુસાર કેસની ગંભીરતાના આધાર પર વિચાર કરી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, કેન્દ્રએ સંવૈધાનિક માળખાનો સંદર્ભ આપતા કહ્યું કે, ‘વય મર્યાદામાં ઢીલ આપવાથી જાતીય ગતિવિધિની આડમાં રેપ જેવા ગુના વધશે. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા, 1860માં સહમતિની ઉંમર 10 વર્ષ હતી. 1891માં તેને વધારીને 12 વર્ષ કરવામાં આવી હતી. 1925ના ભારતીય દંડ સંહિતા સંશોધન અને 1929ના શારદા અધિનિયમ (બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ)માં સુધારા હેઠળ તેને વધારીને 14 વર્ષ કરવામાં આવી હતી.
1940માં, ભારતીય દંડ સંહિતામાં સંશોધન દ્વારા તેને વધારીને 16 વર્ષ કરવામાં આવી હતી. 1978માં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમમાં સંશોધન થયું. ત્યારબાદ પરસ્પર સહમતિથી જાતીય ગતિવિધિની ઉંમર 18 વર્ષ થઈ ગઈ, જે આજ સુધી લાગૂ છે. સરકારે એ વાત ભાર મૂક્યો છે કે બાળકો સાથે જોડાયેલા મોટાભાગના જાતીય ગુનાઓ તેમની આસપાસ રહેતા લોકો જ કરે છે. તેમાં બાળકના પરિવારના સભ્યો, પડોશીઓ, સંભાળ રાખનારાઓ અને શિક્ષક સામેલ છે.

