જસ્ટિસ સૂર્યકાંત બન્યા દેશના 43માં ચીફ જસ્ટિસ, વક્ફ બોર્ડ, SIR.. સહિત આ મોટા કેસ CJI સામે હશે

જસ્ટિસ સૂર્યકાંત ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ (CJI) બની ગયા છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને CJI પદના શપથ અપાવ્યા. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી  અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં CJIએ શપથ લીધા. તેઓ પૂર્વ CJI બી.આર. ગવઈનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 14 મહિનાનો રહેશે, કારણ કે જસ્ટિસ સૂર્યકાંત ફેબ્રુઆરી 2027માં નિવૃત્ત થઈ જશે. ન્યાયાધીશ તરીકે તેઓ અગાઉ અનેક મુખ્ય દેશવ્યાપી કેસોની સુનાવણીમાં સામેલ રહ્યા છે અને આગામી સમયમાં પણ ટીમની સામે રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા કેસો પડકારના રૂપમાં આવવાના છે.

જસ્ટિસ સૂર્યકાંત માત્ર 38 વર્ષની ઉંમરે હરિયાણાના એડવોકેટ જનરલ બન્યા હતા. તેઓ હરિયાણાના વતની છે. તેમનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હિસારમાં થયો હતો. આ કારણે તેઓ માત્ર 14 મહિના માટે આ પદ પર સેવા આપશે. આ 14 મહિના દરમિયાન તેમની સામે ઘણા એવા કેસો આવવાના છે, જે તેમના માટે મોટો પડકાર હશે.

SIR અને વક્ફ એક્ટના કેસ મોટો પડકાર

હાલમાં દેશભરમાં SIR ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે. તેને લઈને કેસ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. એવામાં, CJI તરીકે ન્યાયાધીશ સૂર્યકાંત માટે આ એક મોટો કેસ હશે. તેવી જ રીતે વક્ફ એક્ટનો કેસ પણ એક મોટો પડકાર હશે.

CJI Surya Kant
indiatoday.in

તલાક-એ-હસનનો કેસ પણ મહત્ત્વપૂર્ણ

આ ઉપરાંત, દિલ્હી-NCRમાં પ્રદૂષણ સંબંધિત એક કેસ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેને લઈને પણ બધાની નજર ન્યાયાધીશ સૂર્યકાંતના નિર્ણય પર રહેશે. આ ઉપરાંત, તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પણ એક મહત્ત્વપૂર્ણ કેસ છે. આ પ્રથા અનુસાર, 3 મહિનાની અંદર પતિ એક-એક વખત તલાક બોલીને લગ્નનો અંત લાવી શકે છે એટલે કે છૂટાછેડા લઈ લે છે. આ પ્રથાની માન્યતાને પડકારવામાં આવી છે.

બિહાર SIR, આર્ટિકલ 370 અને AMU કેસોમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો

દેશ માટે મહત્ત્વપૂર્ણ મુદ્દા બનનારા કેસોની સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંતે મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે 300થી વધુ મહત્ત્વપૂર્ણ ચૂકાદાઓ આપ્યા છે, જેમાંથી ઘણા બંધારણીય, વહીવટી અને સામાજિક ન્યાયના મુદ્દાઓ સાથે જોડાયેલા  છે. ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

બિહાર SIR કેસમાં ન્યાયાધીશ સૂર્યકાંતે મતદાર યાદીઓમાંથી દૂર કરાયેલા નામો અંગેની માહિતી જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે કલમ 144, જનજાતિય લઘુમતી અધિનિયમ અને એ દારૂ નીતિ કેસની સુનાવણીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવ્યા હતા.

પેગાસસ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

જસ્ટિસ સૂર્યકાંત પેગાસસ જાસૂસી કેસની સુનાવણી કરતી બેન્ચનો પણ હિસ્સો હતા. તે સમયે જાસૂસી કેસની તપાસ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કેસમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના નામે સરકારને અમર્યાદિત અધિકાર નહીં આપી શકાય.

CJI Surya Kant
ndtv.com

અહીથી થઈ શરૂઆત

ન્યાયાધીશ સૂર્યકાંત 2018માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેમણે રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. બાદમાં તેમણે 2011માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી LLMની ડિગ્રી મેળવી. તેમણે 1984માં હિસાર જિલ્લા કોર્ટથી કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારબાદ તેઓ ચંદીગઢ ગયા અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગ્યા.

2000માં તેઓ હરિયાણાના એડવોકેટ જનરલ બન્યા. માર્ચ 2001માં, બાર કાઉન્સિલે તેમને તેમની કાનૂની કુશળતાને કારણે વરિષ્ઠ વકીલ જાહેર કર્યા. જાન્યુઆરી 2004માં તેઓ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયાધીશ બન્યા. મે 2019માં ન્યાયાધીશ સૂર્યકાંતને હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.