ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી સમાજને સુરક્ષિત રાખવામાં અનમોલ યોગદાન આપ્યું છે. આવા જ એક અધિકારી છે ભાવેશ રોજિયા, જેમનું નામ આજે ગુજરાતની જનતા માટે ગર્વનું પ્રતીક અને ગુનેગારો માટે સંકટ અને ભયનું કારણ બની ગયું છે. એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે કાર્યકાળ શરૂ કરીને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (Dy. SP) અને હવે સુરત ક્રાઈમ બ્રાંચમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ના હોદ્દા સુધીની તેમની સફર પ્રેરણાદાયી છે, જે દરેક નાગરિકના હૃદયમાં પોલીસ પ્રત્યેનું સન્માન અને વિશ્વાસ વધારે છે.

નાના પગલાંથી મોટી સફળતા સુધી:

ભાવેશ રોજિયાએ 2001માં ગુજરાત પોલીસ ફોર્સમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શરૂઆત સામાન્ય હોઈ શકે પરંતુ તેમની મહેનત અને ફરજ પ્રત્યેની લગન અસામાન્ય હતી. દિવસરાતની મહેનત અને પોતાની બુદ્ધિના બળે તેમણે ગુજરાત પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)માં Dy. SP તરીકે પ્રવેશ મેળવ્યો. આ હોદ્દા પર તેમણે ગુજરાત રાજ્ય અને દેશની સુરક્ષા માટે અનેક કામગીરીઓને અંજામ આપ્યો. તેમની સફળતાની સીડી અહીં અટકી નહીં. આજે તેઓ સુરત શહેર ક્રાઈમ બ્રાંચમાં DCP તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગુનાખોરીને નાથવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 03

ડ્રગ્સ વિરુદ્ધની લડાઈના નાયક:

ભાવેશ રોજિયાને ખાસ તો તેમની ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાના બાતમીના મજબૂત નેટવર્ક અને તેજ  બુદ્ધિના આધારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ એક એવું કાર્ય છે જે ન માત્ર ગુજરાતની જનતાને સુરક્ષિત રાખે છે પરંતુ ગુજરાત અને દેશની યુવા પેઢીને નશાના ચુંગાલમાંથી બચાવે છે. આવી મોટી સફળતા પાછળ રાતદિવસની મહેનત, ગુપ્ત માહિતીનું વિશ્લેષણ અને ટીમવર્કનો મોટો હાથ છે. ભાવેશ રોજિયા જેવા અધિકારીઓના કારણે ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટ ચલાવનારાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સૌમ્યતા અને કઠોરતાનું અનોખું સંગમ:

જો તમે ભાવેશ રોજિયાને વ્યક્તિગત રીતે મળો તો તેમની સૌમ્ય પ્રકૃતિ અને મૃદુ વાણી તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પરંતુ જ્યારે વાત ફરજની આવે છે ત્યારે તેઓ ગુનેગારો માટે એક ચિત્તો બની જાય છે અને ગુનેગારોને લબોચે છે. આ સંયમ અને કઠોરતાનું મિશ્રણ તેમને એક અલગ ઓળખ આપે છે. તેઓ એવા અધિકારી છે જે જાહેર જીવનથી દૂર અને પોતાની ફરજમાંજ રચ્યાપચ્યા રહે છે જેના માટે દિવસરાતનો કોઈ ભેદ નથી. તેમની આ નિષ્ઠા અને સમર્પણ ગુજરાત પોલીસને એક નવી ઊંચાઈએ લઈ જાય છે.

01 ગુનાખોરી પર નિયંત્રણનું પ્રતીક:

ગુજરાત પોલીસના કેડરમાં ભાવેશ રોજિયા જેવા અધિકારીઓની હાજરી એ સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ માત્ર એક ફરજ નથી પરંતુ એક મિશન છે. તેમની ઝીણવટભરી તપાસ, ઝડપી કાર્યવાહી અને ગુનેગારોને પકડવાની અદભૂત ક્ષમતાને કારણે ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ કાબૂમાં રહે છે. જ્યારે પણ કોઈ મોટી ઘટના બને ત્યારે ભાવેશ રોજિયા જેવા અધિકારીઓ આગળ આવીને પરિસ્થિતિને સંભાળે છે જેનાથી સામાન્ય નાગરિકને એક સલામતી હોવાનો અહેસાસ થાય છે.

પોલીસ પ્રત્યે ગર્વ અને વિશ્વાસનું કારણ:

આજે જ્યારે આપણે ભાવેશ રોજિયાની સફળતા અને સમર્પણની વાત કરીએ છીએ ત્યારે એક નાગરિક તરીકે આપણા મનમાં ગુજરાત પોલીસ પ્રત્યે ગર્વની લાગણી જાગે છે. તેઓ એક એવું ઉદાહરણ છે જે બતાવે છે કે પોલીસ ફોર્સ માત્ર ગુનાઓની તપાસ કરતી સંસ્થા નથી પરંતુ સમાજની રક્ષા કરનાર એક ઢાલ છે. તેમના જેવા અધિકારીઓના કારણે આપણે નિશ્ચિંતપણે રાત્રે ઊંઘી શકીએ છીએ, આપણા બાળકો સુરક્ષિત રહી શકે છે અને આપણો સમાજ શાંતિથી જીવી શકે છે.

04 દેશપ્રેમ અને નિષ્ઠાનું પ્રતિબિંબ:

ભાવેશ રોજિયાની સફળતા પાછળ માત્ર તેમની વ્યક્તિગત મહેનત જ નથી પરંતુ દેશ પ્રત્યેનો તેમનો ગાઢ પ્રેમ અને ફરજ પ્રત્યેનું અડગ સમર્પણ પણ છે. તેઓ એવા અધિકારી છે જેઓ દેશની સેવા કરવાને પોતાનું પરમ કર્તવ્ય માને છે. આ સમર્પણ દરેક નાગરિક માટે એક પ્રેરણા છે કે જો આપણે બધા પોતાના ક્ષેત્રમાં આવી નિષ્ઠા રાખીએ તો આપણો દેશ વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની શકે છે.

ગુજરાત પોલીસનું સાચું સન્માન:

ગુજરાત પોલીસના આવા અધિકારીઓની મહેનત અને હિંમતને કારણે જ આજે ગુજરાત એક સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે. ભાવેશ રોજિયા જેવા નાયકો આપણને એ યાદ અપાવે છે કે પોલીસ ફોર્સ એ માત્ર એક સંસ્થા નથી પરંતુ એક એવું કુટુંબ છે જે આપણી સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે. તેમની આ સેવાને જોઈને હૃદયમાં ગર્વની લાગણી જન્મે છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. 

આવા અધિકારીઓની હાજરી એ સાબિત કરે છે કે ગુજરાત પોલીસ ફક્ત કાયદાનું પાલન કરાવતી નથી પરંતુ સમાજના દરેક સ્તરે શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરે છે. ભાવેશ રોજિયા જેવા નાયકોને સલામ, જેમના કારણે આપણે ગર્વથી કહી શકીએ છીએ... ‘આ છે અમારી ગુજરાત પોલીસ!’

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે)

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.