લાંબા સમય સુધી સેક્સ ન કરવાથી થાય છે આ નુકસાન

આજની ફાસ્ટ લાઇફમાં ઘણા કપલ્સ મહિનાઓ સુધી સેક્સ માણતા નથી. તણાવભરી લાઇફમાં ઘણા યુવક-યુવતીઓ સેક્સ પ્રત્યે લાપરવાહ થઇ જાય છે. પણ આવા લોકો જાણતા નથી કે સેક્સ ન માણવાને કારણે તેમના શરીર પર શી અસર થતી હોય છે. સાયન્સના કહેવા પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન માણવાને કારણે શરીર પર વિપરીત અસર થાય છે. જો તમે લાંબો સમય સુધી સેક્સ ન કરો તો તેની તમારા શરીર પર કેવી અસર થાય છે તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

એક રિપોર્ટ પ્રમાણે, લાંબા સમય સુધી સેક્સ ન કરવાના કારણે પોતાની કામેચ્છા ઘટી હોય તેવું લોકોને મહેસૂસ થવા લાગે છે. આ સાથે જ સેક્સ અંગે તમારી કામવાસના પણ ઘટે છે. જો કામેચ્છા ખતમ થયા બાદ તમે સેક્સ કરો તો તેનાથી તમને સંતુષ્ટિ અને આનંદનો અહેસાસ નહીં થાય. કેટલીક મહિલાઓમાં લાંબા સમય સુધી સેક્સ ન કરવાની સાઇડ ઇફેક્ટ આવે છે. જેમ કે, વજાઇનામાં ડ્રાયનેસ આવી જાય છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ જો લાંબા સમય બાદ સેક્સ કરે તો તેને લુબ્રિકેશનની કમીને કારણે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

એક સરવે અનુસાર, સેક્સ સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે. સેક્સ દરમિયાન શરીરમાં ફીલગુડ હોર્મોન રીલિઝ થાય છે, જે આપણને દરેક પ્રકારના તણાવથી દૂર રાખે છે. આથી સેક્સની કમી અને ફીલગુડ હોર્મોન રીલિઝ ન થવાને કારણે સ્ટ્રેસ લેવલ મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. સેક્સ પિરિયડ્સ દરમિયાન થતા ક્રેમ્પ્સને પણ દૂર કરે છે, જ્યારે કોઈ મહિલા પિરિયડ્સ દરમિયાન ઓર્ગેઝમ મહેસૂસ કરે છે તો યુટ્રિન કોન્ટ્રેક્શનને કારણે શરીરમાંથી થતા રક્તસ્ત્રાવ ઝડપી થઈ જાય છે, જેનાથી પિરિયડ્સ પેઇનમાં ઘટાડો થાય છે. જો તમે સેક્સ કરવાનું બંધ કરી દેશો તો પિરિયડ્સ દરમિયાન તમને વધુ દુખાવો થશે.

About The Author

Related Posts

Top News

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
Gujarat 
પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન...
National 
ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ

ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ લક્ષ્મી એન. મિત્તલ અને આદિત્ય મિત્તલે રમતગમતની દુનિયામાં એક મોટો ધડાકો કર્યો છે. 3 મેના રોજ...
Sports 
લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ

શું IPL કંટાળાજનક બની રહી છે? ઈમ્પૅક્ટ પ્લેયર, 200+ ટાર્ગેટ, નવા ખેલાડીઓમાં રસ ઓછો થઈ રહ્યો છે?

મે મહિનો આવી ગયો. આનો અર્થ એ કે IPL તેના બીજા ભાગમાં પ્રવેશી ગઈ છે. આમ જોવા જઈએ તો, ...
Sports 
શું IPL કંટાળાજનક બની રહી છે? ઈમ્પૅક્ટ પ્લેયર, 200+ ટાર્ગેટ, નવા ખેલાડીઓમાં રસ ઓછો થઈ રહ્યો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.