માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી વધારી શકે છે. શેનઝેન સ્થિત લોનવી બાયોસાયન્સિસ કંપની એક વૃદ્ધત્વ વિરોધી ગોળી વિકસાવી રહી છે. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં તેમના આયુષ્યમાં 9 ટકા વધારો જોવા મળ્યો છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે માણસો પર પરીક્ષણો કરવા જરૂરી છે.

ચીની વૈજ્ઞાનિકો એક એવી ગોળી વિકસાવી રહ્યા છે, જે માનવ આયુષ્યને 150 વર્ષ સુધી વધારી શકે છે. આ દવા દ્રાક્ષના બીજમાંથી મેળવેલા કુદરતી સંયોજન પર આધારિત છે. જો કે, કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આ ફક્ત એક દાવો છે, આના માટે માણસો પર વધારે પરીક્ષણો કરવા જરૂરી છે.

Chinese-Scientists3
facebook.com

શેનઝેન સ્થિત બાયોટેક કંપની લોનવી બાયોસાયન્સિસ આ દવા પર કામ કરી રહી છે. કંપનીનું નામ લોનવી બાયોસાયન્સિસ છે. તે વૃદ્ધત્વ વિરોધી ગોળી વિકસાવી રહી છે. ગોળીમાં મુખ્ય ઘટક પ્રોસાયનિડિન C1 (PCC1) છે, જે દ્રાક્ષના બીજના અર્કમાં જોવા મળે છે. કંપનીનો દાવો છે કે, આ ગોળી જૂના અને નબળા કોષોનો નાશ કરશે અને સ્વસ્થ કોષોનું રક્ષણ કરશે. આનાથી માણસોની ઉમર ખુબ વધારે પ્રમાણમાં વધી શકે છે.

આ શોધ 2021માં નેચર મેટાબોલિઝમ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પર આધારિત છે. તેનું પરીક્ષણ ઉંદરો પર કરવામાં આવ્યું હતું. PCC1એ ઉંદરોમાં જૂના કોષોને શોધીને તેનો નાશ કર્યો, જેનાથી સ્વસ્થ કોષો બચી ગયા.

Chinese-Scientists2
ind24.tv

પરિણામે, દવા મેળવનારા ઉંદરોનું સરેરાશ આયુષ્ય 9 ટકા લાંબુ થઇ ગયું હતું. સારવાર પછી આયુષ્યનો વિચાર કરીએ તો, તે 64.2 ટકા લાંબુ હતું.

કંપનીના CEO, Yip Tzhou (Jico)એ આ ગોળીને 'દીર્ધાયુષ્ય વિજ્ઞાનનો પવિત્ર ગ્રેઇલ' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, સ્વસ્થ જીવનશૈલી સાથે મળીને, 150 વર્ષ જીવવું થોડા જ વર્ષોમાં એક હકીકત બની શકે છે. કંપની હવે આ ટેકનોલોજીને મનુષ્યો માટે ગોળી તરીકે વિકસાવી રહી છે.

Chinese-Scientists1
aajtak.in

પરંતુ અન્ય વૈજ્ઞાનિકો સાવધ છે. બક ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન એજિંગના નિષ્ણાતો કહે છે કે, ઉંદરોમાં પરિણામો આશાસ્પદ છે, પરંતુ તેને મનુષ્યો પર લાગુ કરવું મુશ્કેલ છે. તેઓએ નોંધ્યું કે, પ્રક્રિયા જટિલ છે. દવાની અસરકારકતા અને સલામતી સાબિત કરવા માટે મોટા અને સખત ક્લિનિકલ ટ્રાયલ જરૂરી છે. નિષ્ણાતો માને છે કે, માનવ આયુષ્યને હજુ વધારવા માટેના દાવાઓ માટે અસાધારણ સંશોધન પુરાવાની જરૂર છે.

ચીનમાં દીર્ધાયુષ્ય સંશોધનને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં સરકારી અને ખાનગી કંપનીઓ ભારે રોકાણ કરી રહી છે. ચીની વૈજ્ઞાનિકો કહે છે કે, વિજ્ઞાન ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ છતાં 150 વર્ષની ઉંમર હાંસલ કરવી હજુ પણ એક સ્વપ્ન જેવું લાગે છે. વિશ્વભરમાં વૃદ્ધત્વ વિરોધી સંશોધન વધી રહ્યું છે, પરંતુ વાસ્તવિક સફળતામાં હજુ સમય લાગશે.

Chinese-Scientists4
hindi.news18.com

આ શોધને કારણે લોકોમાં  ઉત્સાહ છવાયો છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું દાદી-નાની ની જેમ 100 વર્ષ પસાર કર્યા પછી જીવવું આગામી વર્ષોમાં સામાન્ય બનશે. પરંતુ ડોકટરો સલાહ આપે છે કે, અત્યારે તો સ્વસ્થ આહાર, કસરત અને સારી ટેવ એ જ શ્રેષ્ઠ દવા છે. બધાની નજર લોનવી બાયોસાયન્સના આગામી પગલાં પર ટકેલી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.