- Sports
- સેમિફાઇનલ જીતી ગયા પછી ગંભીર કોના પર ગુસ્સે? કહ્યું, 'મને કોઈ ફરક પડતો નથી...'
સેમિફાઇનલ જીતી ગયા પછી ગંભીર કોના પર ગુસ્સે? કહ્યું, 'મને કોઈ ફરક પડતો નથી...'

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે (4 માર્ચ) ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં તેણે 4 વિકેટથી જીત મેળવી. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ શાનદાર વિજય પછી, ભારતીય કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા. આ દરમિયાન તેમણે ટીમ પસંદગી અને બેટિંગ ક્રમ અંગે જવાબ આપ્યો. જ્યારે તે કેટલાક સવાલો પર ગુસ્સે પણ થયો. આ દરમિયાન ગંભીરે કોહલી અને KL રાહુલનનો સપોર્ટ પણ કર્યો હતો.
ટીમ પસંદગીના સવાલ પર ગંભીરે કહ્યું, 'મને તેનાથી કોઈ ફરક પડતો નથી. મારું કામ 140 કરોડ ભારતીયો, ખેલાડીઓ અને ડ્રેસિંગ રૂમ પ્રત્યે વફાદાર રહેવાનું છે. લોકો શું વાત કરે છે કે શું કહે છે તેની મને પરવા નથી. તેમનો એજન્ડા શું છે? અંતે, મારા માટે ફક્ત એ જ મહત્વનું છે કે હું મારા કામ પ્રત્યે કેટલો વફાદાર છું. કારણ કે આનાથી હું શાંતિથી રહી શકું છું.'
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને પાંચમા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે. તેમના પછી KL રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ આવે છે. અક્ષરે સેમિફાઇનલમાં 27 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ગંભીરે આ બેટિંગ ક્રમ અંગે અક્ષરને ટેકો આપ્યો અને કહ્યું, 'મેં પહેલા પણ કહ્યું છે કે મને લોકો શું કહે છે તેની પરવા નથી. મારું માનવું છે કે તે એક ગુણવત્તાવાળો ખેલાડી છે અને તે જ ખાસ વાત છે.'
India edge out Australia in a nervy chase to punch their ticket to the #ChampionsTrophy Final 🎫#INDvAUS 📝: https://t.co/hFrI2t8AC9 pic.twitter.com/ftpmHXJ2m4
— ICC (@ICC) March 4, 2025
ક્રિકેટ આ રીતે પણ રમવું જોઈએ. અમે આ રીતે રમવાનું પણ ચાલુ રાખીશું. અમે જાણીએ છીએ કે અક્ષરમાં કયા ગુણો અને ક્ષમતાઓ છે. અમે તેને પાંચમા નંબરે તક આપતા રહીશું જેથી તે સારું પ્રદર્શન કરતો રહે. ખાસ વાત એ છે કે તેણે પોતાની ક્ષમતા બતાવી પણ છે. તેણે પાંચમા નંબર પર બેટિંગ કરતી વખતે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. તમે તે વિશે વાત કરવાનું ચાલુ રાખી શકો છો કે, અક્ષરને નંબર 5 પર કેમ મોકલી રહ્યા છો. પરંતુ હા, અમારા માટે મહત્વની વાત એ છે કે, અમે એક ટીમ તરીકે શું ઇચ્છીએ છીએ અને અમે તે કરવાનું ચાલુ રાખીશું.'
કોહલીએ સેમિફાઇનલમાં મેચ વિનિંગ ઇનિંગ રમી. તેણે 98 બોલમાં 84 રન બનાવ્યા. પરંતુ એક પત્રકારે પૂછ્યું કે, શું કોહલીમાં લેગ સ્પિન સામે કોઈ નબળાઈ છે? આ વાત પર ગંભીર ગુસ્સે થયો અને કહ્યું, 'જ્યારે તમે 300 મેચ રમો છો, ત્યારે તમે કેટલાક સ્પિનરોની સામે આઉટ થઇ જાવ છો, તે ઠીક છે. તેણે આ ટુર્નામેન્ટમાં સદી ફટકારી છે.'
તેણે કહ્યું, 'તેણે આ મેચમાં 80 રન બનાવ્યા છે. જ્યારે તમે મેચમાં રન બનાવો છો, ત્યારે તમે આખરે કોઈ ને કોઈ બોલરની સામે આઉટ થઇ જ જાઓ છો. તેથી તેને અલગ અલગ કરીને જોવાને બદલે, તે લેગ સ્પિન સામે આઉટ થયો છે. મને લાગે છે કે, જ્યારે તમે 300 વનડે રમશો, ત્યારે તમને ચોક્કસ પ્રકારના બોલરની સામે આઉટ થઇ જશો અને તે ઠીક છે.'
તાજેતરના સમયમાં, તેને લેગ સ્પિનમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ઇંગ્લેન્ડના આદિલ રશીદ સામે, જેણે તેને તેની ODI કારકિર્દીમાં પાંચ વખત આઉટ કર્યો છે, પરંતુ કોહલી વર્તમાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઉત્તમ ફોર્મમાં છે. તે ટુર્નામેન્ટનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ચાર ઇનિંગ્સમાં 72.33ની સરેરાશ અને 83.14ના સ્ટ્રાઇક રેટથી 217 રન બનાવ્યા છે. આ સ્ટાર બેટ્સમેને પાકિસ્તાન સામેની પોતાની બીજી મેચમાં શાનદાર સદી ફટકારી હતી.
અક્ષર પટેલ પછી KL રાહુલને છઠ્ઠા નંબરે મોકલવામાં આવી રહ્યો છે. આ અંગે પણ એક પ્રશ્ન હતો, જેના જવાબમાં ગંભીરે કહ્યું, 'તમે જાણો છો કે ક્રિકેટ જેવી રમતમાં અને ટીમ ગેમમાં, નંબર (ખેલાડીના ક્રમની સ્થિતિ) મહત્વની નથી હોતી. બેટિંગ પોઝિશનથી કોઈ ફરક પડતો નથી. શું અસર થઈ રહી છે તે મહત્વનું છે.'
તેણે કહ્યું, 'તમારે તેને તમારા પ્લેઇંગ-11માં પસંદ કરવા વિશે વિચારવું જોઈએ. આ ઉપરાંત, ટીમ માટે જે કંઈ કરવાનું હોય તે ખુશીથી કરવું જોઈએ. KLએ એવું કર્યું પણ છે. આવું તેણે ખુશીથી કર્યું છે. તેણે છઠ્ઠા નંબર પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લોકો આ વિશે વાત કરે છે અને મને ખબર નથી કે તેઓ કેટલા સમય સુધી વાત કરતા રહેશે કે, શા માટે અમે KLને છઠ્ઠા નંબર પર મોકલ્યો.'
મારું માનવું છે કે તે (KL રાહુલ) અમને (બેટિંગ ક્રમમાં) ઊંડાણ આપે છે. અને રમતગમતમાં આપણે આ જ ઇચ્છીએ છીએ. મેં તેની અને ટીમના બાકીના સભ્યો સાથે જે વાતચીત કરી છે તે ક્રિકેટ કે કોઈપણ ટીમ ગેમ માટે હોવી જોઈએ તેવી જ છે. અમે બેટિંગ ઓર્ડર વિશે વાત કરવાના નથી. તેના બદલે, અમે ટીમ માટે જરૂરી પ્રદર્શન કેવી રીતે કરી શકીએ છીએ તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને અમે તે ચાલુ રાખીશું.