- Sports
- સંજુ સેમસને તેની કારકિર્દી આગળ વધારવા કરેલા સંઘર્ષો વિશે જણાવતા જુઓ શું કહ્યું
સંજુ સેમસને તેની કારકિર્દી આગળ વધારવા કરેલા સંઘર્ષો વિશે જણાવતા જુઓ શું કહ્યું

સંજુ સેમસન મેદાનની બહાર તેના મોજીલા સ્વભાવ માટે જાણીતો છે. સંજુ સેમસને ખૂબ ઓછા સમયમાં સફળતાની સીડીઓ પર ચઢાણ કર્યું છે. તેની સખત મહેનત સિવાય તેના માતા-પિતાના પરાક્રમને ભરપૂર શ્રેય જાય છે. સંજય કપૂરના ફેમસ શૉ બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સમાં સંજુ સેમસને તેના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ શેર કર્યા છે.
સંજુ સેમસને કહ્યું કે 'અમે દિલ્હીમાં રમતા હતા, ત્યાં મમ્મી-પપ્પા અમારી કીટ બેગ લઈને અમને બસમાં બેસાડતા. અમે નાના હતા અને કીટ બેગ ખૂબ જ ભારે હતી, તેથી માતા-પિતા બસ સુધી અમારી સાથે આવતા. ત્યારે પાછળથી અવાજ આવતો હતો કે, આ સચિન અને તેના માતા-પિતા જઈ રહ્યા છે ભાઈ, આ બનેશે તેંદુલકર. તે આવી રીતે આવા મજાકનો ભોગ બન્યો છે.
'મારા માતા-પિતાએ દિલ્હી છોડીને કેરળ પાછા જવાનો ખૂબ જ બૉલ્ડ નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયથી અમે અચાનક કેરળ આવી ગયા. ત્યાં 1-2 મહિના સુધી અમે સ્કૂલ માટે ખૂબ તપાસ કરી પણ સ્કૂલોએ કહ્યું અત્યરે સત્રના મધ્યમાં કઈ રીતે એડમિશન આપીએ? સંજુ સેમસને કહ્યું કે શરૂઆતના દિવસોમાં જ્યારે અમે કેરળ ગયા ત્યારે મારા પિતા દિલ્હીમાં જ નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે તેઓ સ્વેચ્છિક નિવૃત્તિ લઈને કેરળ આવશે અને ત્યાર બાદ જ્યારે તેઓ આવ્યા ત્યારે અમારી પ્રેક્ટિસ સવાર-સાંજ શરૂ થઈ.
સંજુ સેમસને આગળ કહ્યું, 'જોકે તે સમયે મારા માતા-પિતાએ મને એ વાતનો અહેસાસ થવા દીધો નહોતો કે તેઓ અમારા માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ પછી જ્યારે તમે મોટા થાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે તમારા માતા-પિતાએ તમારા માટે શું કર્યું છે.
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
