'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે...', IPL ચેમ્પિયન બન્યા બાદ શું કહ્યું વિરાટ કોહલીએ

17 વર્ષ પછી, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ  પહેલીવાર પોતાના નામે કર્યો. આ મહાન વિજય પછી વિરાટ કોહલી ખૂબ જ ભાવુક દેખાતો હતો. કોહલી એકમાત્ર ખેલાડી છે જે શરૂઆતથી જ RCB સાથે સંકળાયેલો છે. આ વિજય પછી, કોહલીની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીએ કહ્યું, 'આ જીત જેટલી અમારી ટીમ માટે છે તેટલી જ અમારા ચાહકો માટે પણ છે. આ 18 વર્ષની રાહ હતી. મેં મારી યુવાની, મારો શ્રેષ્ઠ સમય આ ટીમને આપ્યો. મેં મારી બધી શક્તિ તેમાં લગાવી દીધી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. છેલ્લો બોલ ફેંકાતાની સાથે જ હું ભાવુક થઈ ગયો.'

કોહલીએ આગળ કહ્યું, 'એબી (ડીવિલિયર્સ) એ આ ફ્રેન્ચાઇઝી માટે જે કર્યું છે તે જોરદાર છે. મેં મેચ પહેલા તેને કહ્યું હતું કે - આ જીત એટલી તમારી પણ છે અને હું ઇચ્છું છું કે તમે અમારી સાથે ઉજવણી કરો. તે આજે પણ અમારા માટે સૌથી વધું મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા વાળો ખેલાડી છે, ભલે તે ચાર વર્ષ પહેલા નિવૃત્ત થયો હોય. તે અમારી સાથે આ પોડિયમ પર હોવો જોઈએ.'

RCB
divyabhaskar.co.in

કોહલીએ કહ્યું કે હું હંમેશા આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું, ભલે ગમે તે થાય. એવી ક્ષણો આવી જ્યારે મેં વિચાર્યું કે કદાચ મારે છોડી દેવું જોઈએ, પરંતુ મેં આ ટીમ છોડી નહીં. મારું હૃદય બેંગ્લોર સાથે છે, મારો આત્મા બેંગ્લોર સાથે છે, અને જ્યાં સુધી હું IPL રમીશ, હું આ ટીમ માટે રમીશ. આજે રાત્રે હું શાંતિથી સૂઈશ. મને ખબર નથી કે હું આ રમત કેટલા વર્ષો રમી શકીશ. '

કોહલીએ ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે આખરે આ જીત મારા ખોળામાં આવી. કોહલીએ કહ્યું કે હરાજી પછી ઘણા લોકોએ અમને પ્રશ્ન કર્યો, પરંતુ બીજા દિવસ સુધીમાં અમને વિશ્વાસ થઈ ગયો હતો કે અમારી પાસે બધું જ છે જે અમને જોઈએ છે.

RCB2
newscapital.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) નો ખિતાબ RCB એ 17 વર્ષ પછી જીત્યો છે. અંતિમ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં, પંજાબે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. બંને ટીમો કોઈ ફેરફાર વિના આ ફાઈનલ મેચમાં ઉતરી. RCB પહેલા બેટિંગ કરવા આવી. RCB એ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા. કોહલીએ 43 રન બનાવ્યા. જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી. જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું અને RCB એ ટાઇટલ જીત્યું.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.