- Sports
- ‘વિરાટ કોહલી જ્યારે મૂડમાં હોય છે તો..’, ધોનીએ કોહલીના કર્યા ભરપેટ વખાણ
‘વિરાટ કોહલી જ્યારે મૂડમાં હોય છે તો..’, ધોનીએ કોહલીના કર્યા ભરપેટ વખાણ
મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ઘણા વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે સાથે ક્રિકેટ રમ્યા. ધોની બાદ વિરાટે જ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. હવે કોહલી પણ T20 અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને વિરાટ કોહલી બાબતે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો.
વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સારા મિત્રો છે, તેમની મિત્રતા સ્પષ્ટ નજરે પડે છે કે, કોહલી ધોનીનું કેટલું સન્માન કરે છે. ધોની પણ તેની ચિંતા કરે છે. કોહલીએ જ એક વખત કહ્યું હતું કે, ‘જ્યારે તેણે ટેસ્ટમાંથી કેપ્ટન્સી છોડી હતી, ત્યારે માત્ર ધોનીનો જ ફોન આવ્યો હતો, જ્યારે ઘણા લોકો પાસે તેનો ફોન નંબર છે.
https://twitter.com/itzyash07/status/1953147946931007639
ધોની થોડા દિવસ અગાઉ ચેન્નાઈ પહોંચ્યો હતો, અહીં એરપોર્ટ પરથી તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા. હવે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ધોનીએ જે કહ્યું તે વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની સ્ટેજ પર બેઠો છે અને જ્યારે તેને વિરાટ કોહલી બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે, ‘તે ખૂબ સારું ગાય છે, એક સારો સિંગર છે. તે ડાન્સર પણ ખૂબ જ સારો છે. તે નકલ પણ ખૂબ જ સારી રીતે ઉતારે છે. તે જ્યારે મૂડમાં હોય છે તો ખૂબ જ મનોરંજક હોય છે.’
https://twitter.com/CSKFansArmy/status/1953126789955633287
આ જ ઇવેન્ટનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની પોતાના રિટાયરમેન્ટ બાબતે વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે તેને અત્યારે કોઈ ઉતાવળ નથી. હું આગામી 15-20 વર્ષ સુધી પીળી જર્સી પહેરીશ અને ત્યાં જ રહીશ, પછી હું રમું કે ન રમું.’
મહેન્દ્ર સિંહ ધોની પહેલી સીઝનથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહ્યો છે ( વચ્ચે 2 સીઝન છોડીને, જ્યારે CSK પર પ્રતિબંધ રહ્યો). તેની કેપ્ટન્સીમાં CSKએ 5 ટ્રોફી જીતી છે. વિરાટ કોહલી પણ પહેલી સીઝનથી RCB માટે પણ રમી રહ્યો છે, તેની ટીમે 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી.

