યંગ ઈન્ડિયન્સમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — કેમ?

એક સમય હતો જ્યારે કેન્સર મુખ્યત્વે વૃદ્ધ વયના લોકોમાં જોવા મળતો રોગ મનાતો હતો. પરંતુ આજના ભારતમાં 20 થી 40 વર્ષની વયના લોકોમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — એવા કેન્સરો પણ, જે પહેલાં મોટા ભાગે 50 વર્ષ પછી જ જોવા મળતા. એક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન તરીકે, આ પરિવર્તન દર્દીઓ અને હેલ્થ સિસ્ટમ — બંને માટે મોટી ચેતવણી છે.

કેન્સરનું બદલાતું સ્વરૂપ

અગાઉ માનવામાં આવતું હતું કે કેન્સર ધીમે ધીમે, દાયકાઓ પછી વિકસે છે. પરંતુ દેશના મોટા કેન્સર સેન્ટરોમાં ડોક્ટરો અગાઉના કરતાં ઘણી નાની વયે કેન્સરના કેસોમાં વધારો જણાવી રહ્યા છે. દિલ્હીના એક ઑન્કોલોજિસ્ટ જણાવે છે કે 20 વર્ષની ઉમરમાં કેન્સર ધરાવતા દર્દી અગાઉ ભાગ્યે જ જોવા મળતા હતા. — હવે આવા દર્દીઓ દર અઠવાડિયે આવી રહ્યા છે. ભારતમાં સ્તન, કોલન, ફેફસા, પેટ, થાયરોઈડ, યૂટેરિન અને પ્રોસ્ટેટ કેન્સર — હવે યુવાનોમાં, ક્યારેક તો ટીનેજ અને અર્લી-20s માં પણ — મળી રહ્યા છે.

04 (2)

આ કેમ થઈ રહ્યું છે?

1. હવા અને પર્યાવરણનું પ્રદૂષણ

શહેરોમાં PM2.5 જેવા ઝેરી કણો ફેફસામાં ઊંડે સુધી જઈ DNAને નુકસાન પહોંચાડે છે, સોજો કરે છે અને કેન્સરની પ્રક્રિયાને ઝડપી કરી શકે છે — તે પણ સિગારેટ ન પીતા લોકોમાં.

2. લાઇફસ્ટાઇલ અને તાણ

યુવા પ્રોફેશનલ્સનું જીવન એડ્રેનાલિન પર ચાલે છે — મોડીરાત સુધી જાગવું, ભારે કામ, ઓછી ઊંઘ, ઝટપટ ખોરાક. Chronic stress ઈમ્યુન સિસ્ટમને કમજોર કરે છે અને DNA રિપેર ઘટાડી કેન્સરને વધવા માટે માહોલ તૈયાર કરે છે.

3. આહાર, બોડી-ક્લોક અને પ્રજનન સંબંધિત પરિબળો

મોડી ગર્ભાવસ્થા, સ્તનપાન ન કરાવવું, પ્રોસેસ્ડ ફૂડનું વધેલું પ્રમાણ, વ્યાયામનો અભાવ અને ઊંઘમાં સતત ખલેલ — આ બધું બ્રેસ્ટ કેન્સર જેવા Hormone-sensitive cancersને યુવાનોમાં વધારવા માટે જવાબદાર બની શકે.

4. જાન્યુનિક્સ, માઇક્રોબાયોમ અને અજાણ્યા ટોક્સિન્સ

નવું વિજ્ઞાન બતાવે છે કે યુવાન ઉંમરના કેન્સર બાયોલોજીકલી અલગ હોઈ શકે.જિન-મ્યુટેશન, આંતરડાના માઇક્રોબાયોમનું ડિસબેલન્સ, માઇક્રોપ્લાસ્ટિક્સ અથવા સતત હાજર રહેલા કેમિકલ્સનો પ્રભાવ — બધું જ મહત્વનું હોઈ શકે.

5. વધુ સારી શોધ અને રિપોર્ટિંગ

જાગૃતિ અને ડાયગ્નોસ્ટિક્સ વધવાથી વધુ કેસ મળી રહ્યા છે.

03

યુવાનોમાં કેન્સર શા માટે ચિંતાજનક છે?

20 કે 30ની ઉમરમાં કેન્સર ફક્ત વ્યક્તિને જ નહીં — તેમના કેરિયર, પરિવારયોજનાઓ અને સમાજમાં યોગદાન — બધાને અસર કરે છે.

આ ઉમર જીવનની સૌથી ઉત્પાદક સ્ટેજ હોય છે.

શું કરી શકાય? — એક સચોટ એક્શન પ્લાન

1. જાગૃતિ અને સ્ક્રિનિંગ

યુવાઓએ એવું માની લેવું જોઇએ નહીં કે તેમની ઉંમર ઓછી છે એટલે કેન્સર નહીં જ થાય. તેમણે એવા લક્ષણો દેખાય જેમ કે —કારણ વગર થાક, ગાંઠ, બાઉલ હેબિટમાં ફેરફાર, વજન ઘટવું, સતત એસિડિટી, તો તરત તપાસ કરાવવી જ જોઈએ. શરૂઆતમાં જ નિદાન થઇ જાય તો ઉપચારના પરિણામ સુધારે છે.

2. લાઇફસ્ટાઇલ સુધારા

- તમાકુ ટાળો

- સ્વચ્છ હવા માટે પ્રયત્ન

- તાજું અને પૌષ્ટિક આહાર

- પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો

- નિયમિત વ્યાયામ

- પૂરતી ઊંઘ

- સ્ટ્રેસ મેનેજમેન્ટ

- મહિલાઓ માટે સમયસર પ્રજનન અને ગાયનેકોલોજીક ચેકઅપ

3. પર્યાવરણ નીતિનું મહત્વ

આ ફક્ત વ્યક્તિનો મુદ્દો નથી. સ્વચ્છ હવા, સલામત ખોરાક (પ્રીઝર્વેટિવ્સ, કલરિંગ, માઇક્રોપ્લાસ્ટિક્સ પર નિયંત્રણ), સલામત કાર્યસ્થળ — આ બધા જાહેર આરોગ્યના મુદ્દા છે. જે અંગે બધાએ ભેગા મળીને જાગૃતિ લાવવી જરૂરી છે.

02

4. યુવા કેન્સર-પેશન્ટ માટે સપોર્ટ સિસ્ટમ

ફર્ટિલિટી-પ્રિઝર્વેશન, માનસિક સપોર્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગથી લઈને લાંબા ગાળાનું Survivorship care — યુવા દર્દીઓ માટે ખાસ ફ્રેમવર્ક જરૂરી છે.

5. સંશોધન અને રજિસ્ટ્રી

મેડિકલ સેક્ટર અને સરકારે આ દિશામાં પગલા લેવા જરૂરી છે. ભારતમાં યુવા ઉંમરના કેન્સરને સમજવું — molecular biology, lifestyle-environment interactions — ભાવિ સ્ક્રિનિંગ, પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે પ્રયત્નો જરૂરી છે.

About The Author

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.