‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા ઇશાન કિશનના 94 રનની મદદથી 6 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જવાબમાં રમવા ઉતરેલી RCBએ પોતે જ મેચમાં ઘણી ભૂલો કરી, જેના કારણે તેને હાર મળી. RCBની ટીમ 189 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ, અને આ પ્રકારે તેને 42 રનથી હાર મળી. આ હારથી RCBની ટોપ-2માં પહોંચવાની આશાઓને ઝટકો લાગ્યો છે.

RCB1
aajtak.in

 

આ મેચમાં, RCBના નિયમિત કેપ્ટન રજત પાટીદારના જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્માએ કમાન સંભાળી હતી. ટીમનો નિયમિત કેપ્ટન રજત પાટીદાર પૂરી રીતે ફિટ નહોતો, તે માત્ર બેટિંગ કરી શકતો હતો, ફિલ્ડિંગ નહીં, એટલે તેને સબ્સ્ટિટ્યુટ ખેલાડીઓની લિસ્ટમાં રાખવામાં આવ્યો હતો. જોકે મેચ બાદ જીતેશ શર્માએ ટીમના પ્રદર્શન પર વાત કરી હતી. તેણે માન્યું કે તેની ટીમે લગભગ 20-30 વધારાના રન લૂંટાવી દીધા હતા અને શરૂઆતમાં અપેક્ષિત તેજી ન બતાવી.

જીતેશે કહ્યું કે, મને લાગે છે કે અમે 20-30 રન વધુ આપી દીધા, તેમણે શાનદાર બેટિંગ કરી, તેમના એટેક સામે મારી પાસે કોઈ જવાબ નહોતો, અમે થોડા રસ્ટ હતા અને શરૂઆતમાં અમારી ઇન્ટેન્સિટી ન દેખાઈ. જીતેશે ટીમની બોલિંગની પ્રશંસા કરતા કહ્યું કે ટીમે ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી. મેચ બાદ થયેલી વાતચીતમાં, જીતેશે કંઈક એવું કહ્યું કે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.  જીતેશે આ હારને એક જરૂરી પાઠ તરીકે લીધી. તેણે કહ્યું કે, ક્યારેક-ક્યારેક એક મેચ હારવી પણ સારો સંકેત છે કેમ કે તમે પોતાની ખામીઓનું વિશ્લેષણ કરી શકો છો, સારી વાત એ છે કે બધા ખેલાડીઓ યોગદાન આપી રહ્યા છે, આ હાર બાદ અમને ફરીથી વસ્તુઓની સમીક્ષા કરવાનો અવસર મળ્યો છે, અમે તેનાથી આગળ વધીશું.

આ મેચમાં એક સમયે RCBને 36 બોલમાં 69 રનની જરૂરિયાત હતી અને 7 વિકેટ હાથમાં હતી, પરંતુ SRHએ આગામી 35 બૉલમાં 26 રન આપીને 7 વિકેટ લઈને મેચ પલટી દીધી. નીતિશ રેડ્ડી અને ઇશાન મલિંગાએ શાનદાર બોલિંગ કરીને મેચ પલટી દીધી. આ મેચ દરમિયાન ટિમ ડેવિડને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ ગઈ. તેના પર જીતેશને જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે પોતાની ઇનિંગ્સથી નિરાશ હતો.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.