ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો ટીમની બહાર

On

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કે.એલ.રાહુલ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. રાહુલ હજુ સુધી ઈન્જરીમાંથી રિકવર થઈ શક્યો નથી, તેથી ત્રીજી ટેસ્ટમાં પણ તે રમતો જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ પહેલી ટેસ્ટ રમ્યો હતો, જેમાં તે ઈન્જર્ડ થયો હતો અને બીજી ટેસ્ટથી તે બહાર થઈ ગયો હતો. પરંતુ તેને બાકીની 3 ટેસ્ટ મેચ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો, જેમાં BCCIએ કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા અને કે.એલ.રાહુલ ફીટ હશે તો તેને ત્રીજી મેચમાં રમાડવામાં આવશે.

ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને બધા જેની રાહ જોઈ રહ્યા હતા, તે  સમાચાર પણ આવી ગયા છે અને વિરાટ કોહલી આગામી ત્રણેય મેચમાં જોવા મળવાનો નથી. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે અંગત કારણોસર વિરાટ કોહલી બાકીની ત્રણ મેચમાં પણ રમશે નહીં. BCCIએ 17 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી છે, જેમાં જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો નથી, જે ભારત માટે રાહતની ખબર છે. આ સિવાય કે.એલ.રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં તો સમાવવામાં આવ્યા છે, પણ તે બંને ફીટ હશે તો જ રમાડવામાં આવશે એવું BCCIએ રિપોર્ટમાં કહ્યું છે. આ સિવાય શ્રેયસ ઐયરને ઈજાને કારણે ટીમમાં શામેલ કરવામાં આવ્યો નથી. આ સિવાય બોલર આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

3 ટેસ્ટ માટે ભારતીય ટીમ...

રોહિત શર્મા

જસપ્રીત બૂમરાહ

યશસ્વી જૈસવાલ

શુભમન ગીલ

કેએલ રાહુલ

રજત પાટીદાર

સરફરાઝ ખાન

ધ્રુવ જુરેલ

કેએસ ભરત

આર.અશ્વિન

રવિન્દ્ર જાડેજા

અક્ષર પટેલ

વોશિંગટન સુંદર

કુલદીપ યાદવ

મોહમ્મદ સીરાજ

મુકેશ કુમાર

આકાશ દીપ

ભારતીય ટીમને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પહેલા જ જાડેજા અને કેએલ રાહુલન રૂપમાં 2 ઝટકા લાગ્યા હતા. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ રમી નહોતી. વિરાટ કોહલીએ અંગત કારણોનો સંદર્ભ આપીને બ્રેક માગ્યો હતો. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1થી બરાબર પર છે. હવે ત્રીજી ટેસ્ટ મેટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ઇજાના કારણે શ્રેયસ ઐય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બચેલી 3 ટેસ્ટ મેચથી બહાર થઈ ગયો છે. જો કે, આગામી મહિને શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐય્યર ગયા વર્ષે પણ બેક ઇન્જરીથી પરેશાન હતો, ત્યારબાદ તેની સર્જરી થઈ હતી. શ્રેયસ ઐય્યરે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયા કપના માધ્યમથી ટીમમાં વાપસી કરી હતી. 

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.