ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો નવો કેપ્ટન, બૂમરાહનો નંબર ન લાગ્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે શનિવારે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટેસ્ટ સીરિઝ માટે કયા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તેની માહિતી આપી હતી.

શુભમન ગીલને ભારતીય ક્રિકેટ ટીમનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ક્રિકેટમાં કેપ્ટન શુભમન ગીલ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો નવો યુગ શરૂ થાય છે. શુભમન ગીલને ટેસ્ટ કેપ્ટન બનાવીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિએ મોટો દાવ રમ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શુભમન ગીલ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝના ટેસ્ટમાં પાસ થાય છે કે નહીં. 

04

ટીમની વાત કરીએ તો કરુણ નાયરની વાપસી થઈ છે અને જસપ્રીત બૂમરાહ પણ રમવાનો છે. ચર્ચા હતી કે બૂમરાહને કેપ્ટન બનાવાઈ શકે છે, પરંતુ BCCIએ ગીલને કેપ્ટન બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આ ભારતની પહેલી ટેસ્ટ સીરિઝ હશે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા...

શુભમન ગીલ,

રિષભ પંત,

યશસ્વી જૈસ્વાલ,

કેએલ રાહુલ,

સાઈ સુદર્શન,

અભિમન્યુ ઈશ્વરન,

કરુણ નાયર,

નીતિશ રેડ્ડી,

રવિન્દ્ર જાડેજા,

ધ્રુવ જુરેલ,

વોશિંગટન સુંદર,

શાર્દુલ ઠાકુર,

જસપ્રીત બુમરાહ,

મોહમ્મદ સિરાજ,

પ્રસિદ્ધ કૃષ્ણા,

આકાશદીપ,

અર્શદીપ સિંહ,

કુલદીપ યાદવ

02

સીરિઝનું શિડ્યૂલ

પહેલી ટેસ્ટ મેચ - 20 જૂનથી 24 જૂન, બપોરે 3:30 વાગ્યે, હેડિંગ્લી (લીડ્સ)

બીજી ટેસ્ટ મેચ - 2 જુલાઈથી 6 જુલાઈ, બપોરે 3:30 વાગ્યે, એજબેસ્ટન (બર્મિંગહામ)

ત્રીજી ટેસ્ટ મેચ - 10 જુલાઈથી 14 જુલાઈ, બપોરે 3:30 વાગ્યે, લોર્ડ્સ (લંડન)

ચોથી ટેસ્ટ મેચ - 23 જુલાઈથી 27 જુલાઈ, બપોરે 3:30 વાગ્યે, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર)

5મી ટેસ્ટ મેચ - 31 જુલાઈથી 4 ઓગસ્ટ, બપોરે 3.30 વાગ્યે, કેનિંગ્ટન ઓવલ (લંડન)

01

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ  20 જૂનથી 4 ઓગસ્ટ સુધી રમાશે. ભારતે છેલ્લા 18 વર્ષથી ઈંગ્લેન્ડની ધરતી પર કોઈ ટેસ્ટ સીરિઝ જીતી નથી. ભારતે છેલ્લે 2007માં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતી હતી, જ્યારે રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમે 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડને 1-0થી હરાવ્યું હતું. ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લી ટેસ્ટ સીરિઝ 2021-22માં રમી હતી. પાંચ મેચની આ ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો રહી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા 18 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતવાના લક્ષ્ય સાથે જશે.

About The Author

Related Posts

Top News

‘ગૌમૂત્ર સૌથી સારી દવા છે...’, અમેરિકન યુટ્યુબર એલેક્સ સ્ટેને હિન્દુ ધર્મની ઉડાવી મજાક

અમેરિકન દક્ષિણપંથી લોકો માટે ભારતીય સંસ્કૃતિ, અહીંના લોકો, તેમના ઉચ્ચારણો અને આસ્થાની મજાક ઉડાવવી કોઈ નવી વાત નથી....
World 
‘ગૌમૂત્ર સૌથી સારી દવા છે...’, અમેરિકન યુટ્યુબર એલેક્સ સ્ટેને હિન્દુ ધર્મની ઉડાવી મજાક

અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ₹38 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઝોન-1 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનના એક આરોપીની...
Gujarat 
અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.