RR છોડશે સંગાકારા, પૂર્વ કેપ્ટન સંભાળશે હેડ કોચની જવાબદારી

IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે હેડ કોચ તરીકે છેલ્લી કેટલીક સીઝન વિતાવનારા પૂર્વ શ્રીલંકન કેપ્ટન કુમાર સંગાકારા પોતાનું પદ છોડવાના છે. તેઓ ઇંગ્લેન્ડની વ્હાઇટ બૉલ ટીમની કમાન સંભાળવા માટે રાજસ્થાનનો સાથ છોડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિગ્ગજ બેટ્સમેન મેથ્યૂ મોટની જગ્યાએ સંગાકારા ઇંગ્લેન્ડના નવા વ્હાઇટ બૉલ હેડ કોચ તરીકે સૌથી પસંદગીના છે. જો તેઓ રાષ્ટ્રીય ટીમ માટે જાય છે તો રાજસ્થાન ફ્રેન્ચાઇઝી રાહુલ દ્રાવિડને હેડ કોચ બનાવી શકે છે.

જૂન 2024માં ભારતીય ટીમ સાથે હેડ કોચના રૂપમાં પોતાનો અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત કરનારા રાહુલ દ્રવિડ 2011 થી 2013 સુધી IPLમાં રાજસ્થાન માટે રમી ચૂક્યા છે. 2022માં ઇંગ્લેન્ડના વ્હાઇટ બૉલ કોચના રૂપના નિમણૂક કરાયેલા મૉટે વર્ષ 2022માં ઇંગ્લેન્ડને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડી હતી, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ ક્રમશઃ 2023 અને 2024માં પોતાના વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ ટ્રોફીનો બચાવ કરવામાં પણ નિષ્ફળ રહી.

તેમણે ગયા મહિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેમના ગયા બાદ પૂર્વ ઓપનર બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથિકને વચગાળાના કોચના આધાર પર ટીમનો પ્રભાર આપ્યો છે. થોડા દિવસ અગાઉ જ સંગાકારાને ઇંગ્લેન્ડ વ્હાઇટ બૉલ હેડ કોચ બનવાને લઇને પૂછવામાં આવ્યું હતું અને તેમને તેના પર વિચાર કરવાની વાત કહી હતી. સંગાકારાએ તેના પર કહ્યું કે, ઠીક છે. મને ખબર છે કે કોઇ કારણે મારું નામ લેવામાં આવ્યું છે, પરંતુ એવો કોઇ પ્રસ્તાવ આવ્યો નથી. મને લાગે છે કે ઇંગ્લેન્ડની વ્હાઇટ બૉલની નોકરી કોઇ માટે પણ રોમાંચક સંભાવના છે, પરંતુ ત્યાં ઘણા બધા ઉમેદવાર છે.

તેમણે કહ્યું કે, હું આ સમયે ખૂબ ખુશ છું. રાજસ્થાન રોયલ્સનો અનુભવ ખૂબ જ સંતોષકારક રહ્યો છે અને એ એક એવી નોકરી રહી છે, જેનો મેં છેલ્લા 4 વર્ષમાં આનંદ લીધો છે. એમ કહેવામાં આવ્યું છે કે સંગાકારા રોબના નજીકના છે, જે ઇંગ્લેન્ડની પુરુષ ટીમ મેનેજમેન્ટના ડિરેક્ટર છે. એ સિવાય સંગાકારાએ રાજસ્થાન રોયલ્સમાં ઇંગ્લેન્ડના વ્હાઇટ બૉલ કેપ્ટન જોસ બટલર સાથે કામ કર્યું છે અને તેની સાથે તેના સારા સંબંધ વિકસિત થવા માટે જાણીતા છે. સંગાકારા સિવાય ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફનું નામ પણ આ પદ માટે ચર્ચામાં છે.

About The Author

Related Posts

Top News

એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ કેમ થયું? એ કયા કારણો હતા જેના કારણે અમદાવાદથી ફ્લાઇટ પૂર્ણ ન થઈ શકી? આ...
Gujarat 
 એન્જિનમાં ફ્યૂઅલ ન પહોંચ્યું કે વધારે ગરમી? એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 6 સંભવિત કારણો

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.