મોહમ્મદ શમીએ દર મહિને પૂર્વ પત્નીને 4 લાખ રુપિયા ભરણપોષણ ભથ્થું આપવું પડશે

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઇકોર્ટે શમીને પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે ક્રિકેટર શમીને આદેશ આપ્યો કે,હસીન જહાંને દર મહિને 1.5 લાખ રૂપિયા અને સગીર પુત્રીના ખર્ચ માટે દર મહિને 2.5 લાખ રૂપિયા આપશે. એટલે કે શમી દર મહિને કુલ 4 લાખ રૂપિયા પત્ની અને પુત્રીને ચૂકવશે.

ChatGPT
zeenews.india.com

શું હતો મામલો?

વર્ષ 2018માં હસીન જહાંએ માસિક ભથ્થા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેણે શમી પાસેથી 10 લાખ રૂપિયા માસિક ભથ્થાની માગણી કરી હતી, જેમાંથી 7 લાખ રૂપિયા પોતાના માટે અને 3 લાખ રૂપિયા તેની પુત્રીના શિક્ષણ અને ઉછેર માટે. જોકે, અલીપુર કોર્ટે ઓગસ્ટ 2018માં શમીને તેની પત્ની માટે દર મહિને 50 હજાર રૂપિયા અને પુત્રી માટે 80 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હસીન જહાંએ અલીપુર કોર્ટના નિર્ણયને કોલકાતા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હસીનનું કહેવું હતું કે વર્ષ 2021ના ઈનકમટેક્સ રિટર્ન (ITR) મુજબ, શમીની વાર્ષિક આવક 7.19 કરોડ રૂપિયા છે એટલે કે દર મહિને 60 લાખ રૂપિયાની આવક. જ્યારે મારો માસિક ખર્ચ 6 લાખ રૂપિયાથી વધુ છે.

GST2
punjabkesari.in

આ આધારે પર હસીન જહાંએ કોલકાતા હાઈકોર્ટમાં અલીપુર કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. કોલકાતા હાઈકોર્ટમાં, જસ્ટિસ અજય મુખર્જીએ જોયું કે અલીપુર કોર્ટનો આદેશ સ્પષ્ટ નહોતો. શમીની આર્થિક સ્થિતિ સારી છે અને તે વધુ માસિક ભથ્થું આપવામાં સક્ષમ છે. હસીને ફરી લગ્ન કર્યા નથી અને પુત્રી સાથે એકલી રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમી અને હસીન જહાં વચ્ચે કોઈ છૂટાછેડા થયા નથી. તેની પ્રક્રિયા ચાલી રહી છે. 23 જુલાઈ, 2022ના રોજ શમીએ 'તલાક-ઉલ-હસન' હેઠળ હસીનને છૂટાછેડાની નોટિસ મોકલી હતી. છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

Top News

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Copyright (c) Khabarchhe All Rights Reserved.