- Sports
- વીડિયોઃ બેટ્સમેનને વિવાદિત રીતે સ્ટંપઆઉટ કરતા ટ્રોલ થયો બેન ફોક્સ
વીડિયોઃ બેટ્સમેનને વિવાદિત રીતે સ્ટંપઆઉટ કરતા ટ્રોલ થયો બેન ફોક્સ

ઈંગ્લેન્ડ અને આયરલેન્ડની વચ્ચે શુક્રવારે રમાયેલી એકમાત્ર વનડે મેચમાં ઈંગ્લેન્ડે ચાર વિકેટે જીત મેળવી હતી. મેચમાં આયરલેન્ડની ટીમ પહેલા બેટિંગ કરીને 43.1 ઓવરમાં 198 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જવાબમાં 199 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પણ મહેનત કરવી પડી હતી. બેન ફોક્સે નોટઆઉટ 61 રન બનાવીને ઈંગ્લેન્ડને 42મી ઓવરમાં જીત અપાવી હતી.
Foakes showing with the bat and gloves what a smart cricketer he is pic.twitter.com/Cd03GalOVD
— Alex Chapman (@AlexChapmanNZ) May 3, 2019
મેચમાં ફોક્સ ભલે ઈંગ્લેન્ડની જીતનો હીરો બન્યો, પરંતુ તે પહેલા આ મેચમાં વિવાદાસ્પદરીતે સ્ટંપિંગ માટે તેને ક્રિકેટપ્રેમીઓએ ટ્રોલ કર્યો હતો. આયરલેન્ડની બેટિંગ દરમિયાન ફોક્સે એન્ડી બાલબિર્નીને સ્ટંપ કરવા માટે એ સમય સુધી રાહ જોઈ જ્યાં સુધી તેનો પંજો ક્રીઝથી ઉપર ન ઉઠ્યો. આ ઘટના આયરલેન્ડની ઈનિંગ દરમિયાન 25મી ઓવરમાં બની હતી. આ હરકત માટે ફોક્સને ટ્રોલ કરવામાં આવ્યો, કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે આ હરકત માંકડિંગ કરતા પણ ખરાબ હરકત છે.
What a terrific performance today from Ben Foakes. The fourth choice England white-ball keeper-batsman after Buttler, Bairstow and Billings but what a gifted cricketer he is. Desperately unlucky to be dropped from Test team and would walk into most white-ball sides too
— Paul Newman ? (@Paul_NewmanDM) May 3, 2019
જે. ડેનલીની બોલ પર સ્વીપ શોટ રમતા એન્ડી બાલબિર્નીનો પગ ક્રીઝની અંદર જ હતો, એવામાં ફોક્સે બારબિર્નીના પાછળના પગની હવામાં ઉંચકાવા સુધી રાહ જોઈ અને તેણે સ્ટંપ કરી દીધું. આ વિવાદાસ્પદ સ્ટંપિંગ બાદ ક્રિકેટ પ્રેમીઓ તેને ટ્રોલ કરી રહ્યા છે.
If the @ICC wishes to maintain its "Spirit of Cricket" as part of the modern game, then the Ben Foakes 'stumping' in Malahide today should not be endorsed as "within the Spirit of the Game." #IREvENG @ECB_cricket
— Alan Wilkins (@alanwilkins22) May 3, 2019
શું છે માંકડિંગ
મેચમાં નોન સ્ટ્રાઈકિંગ એન્ડ પર ઊભેલો બેટ્સમેન જો બોલરના હાથમાંથી બોલ છૂટતા પહેલા જ ક્રીઝમાંથી બહાર નીકળી આવે તો તેને રન આઉટ કરવાને માંકડિંગ કરે છે. ગેમના નિયમો અનુસાર, ત્રીજા અમ્પાયરે બટલરને રન આઉટ આપ્યો, પરંતુ આવી વિકેટને ખેલભાવના વિરુદ્ધ માનવામાં આવે છે.
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Opinion
