ભીડભાડથી દૂર રહેવાનું પસંદ કરતા લોકોના સપનાને પૂરા કરશે આ હિડન હાઉસ

દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે અને ઘણા લોકો બોલકા હોય છે તો ઘણા લોકોને બોલવાનું એકદમ ઓછું પસંદ હોય છે. ઓછું બોલવાનું પસંદ કરતા લોકો મોટેભાગે સોશિયલી ઈનએક્ટીવ રહેતા હોય છે, અંતર્મુખી તરીકે ઓળખાતા આવા લોકો તેમના નજીકના મિત્રો અને પરિવારજનો સિવાય બીજા લોકો સાથે મળવાનું પસંદ કરતા કરતા હોતા નથી અને એકલા જવાનું તેમને પસંદ હોય છે.

આવા લોકો માટે પોતાની એક દુનિયામાં રહી શકે તેવી જગ્યાઓ અથવા હીડન એટલે કે છૂપા ઘર બનાવવામાં આવ્યા છે. દરેક લોકોનું એક સપનું હોય છે કે દુનિયાની ભીડભાડથી દુર પોતાના સપનાનું એક ઘર બાંધી શકે પરંતુ દરેક માટે તે શક્ય હોતું નથી પરંતુ હવે આ સપનાને પૂરા કરશે આ છૂપા ઘર. જ્યાં તમે તમારી નજીકના મિત્રો અથવા પરિવારજનો સાથે જઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ આવી જગ્યાઓના ફોટાઓ...

Mirrorcube Hotel, Lapland, Sweden

આ મીરરક્યુબ હોટેલમા રૂમને કાચની દિવાલોથી બનાવવામાં આવ્યા છે, જેનાથી તમને તમારી આસપાસના સુંદર સીનને તમારા મીરરમાં જોઈ શકશો. બે લોકો માટેની સુવિધાવાળા આ રૂમમાં તમે આરામથી કુદરતની મજા લઈ શકો છો.

Villa Vals in Vals, Switzerland

કુદરતની વચ્ચે શક્ય હોય તેટલી કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી આ વીલા તમેનલોકોથી દૂર એક અલગ દુનિયામાં લાવી દેશે. તમને આ વીલાના આર્કીટેક્ટચર પણ ઘણું અદ્દભુત છે.

Canyon Mansion, Utah, USA

1986માં બધાયેલું અને સાઉથઈસ્ટર્ન ઉતાહમાં આવેલું આ ત્રણ બેડરૂમ વાળા ઘરો તમને મોર્ડન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓની સર્વિસ પૂરી પાડશે.

Bungalow in the Pines, Brittish Columbia, Canada

આ અદ્દભુત ઘરને તુલા હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્યાવરણને ધ્યાનમાં રાખઈને આખા ઘરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

Houses on Top of Shopping Mall, Hunan, China

સાંભળવામાં અજીબ લાગે પરંતુ આ વાત સાચી છે કે ચીનના હુનાન શહેરના એક શોપિંગ મોલની છત પર ઘરો બનાવવામાં આવ્યા છે. દુનિયાના મોટા શહેરોમાં જગ્યા ઓછી પડતી હોવાને લીધે મેટ્રોપોલીટન શહેરોમાં લોકો હવે મોટા બિલ્ડીંગ અથવા શોપીંગ મોલની છત્ત પર ઘર બનાવી રહેવા લાગ્યા છે.

Desert Oasis, California, USA
ઘણા અંતર્મુખી લોકો માટે પોતાનું સપનું સાકાર કરવા માટે રણની મધ્યમાં જ્યા કોઈ ના હોય તેવી જગ્યાએ આર્કીટેક્ટ કેન્ડ્રીક બેંગ્સ કેલોગે એવા ઘર બનાવ્યા છે, જ્યાં તેમે શાંતિથી એકલા સમય પસાર કરી શકો.

 

About The Author

Related Posts

Top News

નવી ઈલેક્ટ્રિક બાઈક થઈ લોન્ચ; 180 Kmની રેન્જ, કિંમત એક્ટિવા કરતા ઓછી

ઓબેન ઇલેક્ટ્રિકે ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક, ઓબેન રોર ઇવો લોન્ચ કરી છે. આ બાઇક રૂ. 1 લાખ (એક્સ-શોરૂમ)થી...
Tech and Auto 
નવી ઈલેક્ટ્રિક બાઈક થઈ લોન્ચ; 180 Kmની રેન્જ, કિંમત એક્ટિવા કરતા ઓછી

જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

બિહારના બેગુસરાયમાં કોર્ટે એક આરોપી પિતાને જમતી વખતે પુત્રનું ગળું કાપીને જીવ લઈ લેવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને...
National 
જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

બિજનોરમાં એક મહિલા, જે 'ડિજિટલ ધરપકડ'ના નામે સાયબર છેતરપિંડી અને બ્લેકમેલિંગથી પરેશાન હતી, તેના મૃત્યુએ...
National 
'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની...
Gujarat 
મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.