- World
- પેટમાં થતો હતો દુઃખાવો, ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે 52 વર્ષથી ફસાયો છે ટૂથબ્રશ
પેટમાં થતો હતો દુઃખાવો, ડૉક્ટર પાસે ગયા તો ખબર પડી કે 52 વર્ષથી ફસાયો છે ટૂથબ્રશ

64 વર્ષીય એક વૃદ્ધને હંમેશાં પેટમાં દુઃખાવો રહેતો હતો. જ્યારે તે ડૉક્ટર પાસે ગયો, તો તપાસ દરમિયાન એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. આ વૃદ્ધના પેટમાં એક ટૂથબ્રશ ફસાયો હતો, જે તેણે 12 વર્ષની ઉંમરમાં ભૂલથી ગળી લીધો હતો. ચીનના આ વૃદ્ધના આંતરડામાં 52 વર્ષથી ટૂથબ્રશ ફસાયેલો હતો. ડૉક્ટરે તપાસ બાદ કહ્યું કે, તેને સર્જરીની જરૂરિયાત છે. ડૉક્ટરોને આ વૃદ્ધની અંદરથી 17 સેમી લાંબો બ્રશ કાઢવામાં 80 મિનિટ લાગી. આટલા વર્ષોથી આ શખ્સને લાગતું હતું કે બ્રશ અંદર જ પીગળી ગયો હશે, પરંતુ એવું નહોતું.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, પૂર્વી ચીનના અનહુઇ પ્રાંતના યાંગ નામના વ્યક્તિએ જણાવ્યું કે, તેને યાદ છે કે તેણે 12 વર્ષની ઉંમરમાં બ્રશ ગળી લીધો હતો અને તે પોતાના માતા-પિતાને તેની બાબતે જણાવવામાં ખૂબ જ ડરી રહ્યો હતો. યાંગે કહ્યું કે, તેને લાગ્યું કે ટૂથબ્રશ તેની જાતે જ ઓગળી જશે. અત્યાર સુધી તેને કંઈપણ અપ્રિય લાગ્યું નહોતું. હોસ્પિટલના ડૉક્ટરોએ તેમના પાચનતંત્રની તપાસ કરી, તો તેમને જાણવા મળ્યું કે ટૂથબ્રશ તેમના નાના આંતરડામાં ફસાયેલો છે.

તેમણે તેની એન્ડોસ્કોપિક સર્જરી કરી અને 80 મિનિટમાં તેના શરીરમાંથી 17 સેમી લાંબો ટૂથબ્રશ કાઢી નાખ્યો. આ છેલ્લા 3 વર્ષમાં હોસ્પિટલ દ્વારા કોઈ દર્દીના પેટમાંથી કાઢવામાં આવેલી સૌથી લાંબી વસ્તુઓમાંથી એક હતી. ઝોઉ નામના ડૉક્ટરે કહ્યું કે સામાન્ય પરિસ્થિતિઓમાં ટૂથબ્રશ આંતરડામાં ફરી શકે છે, દબાણ નાખી શકે છે અને આંતરિક પેશીઓનમાં કાણાં કરી શકે છે. તેનાથી આંતરડામાં કાણાં પડી શકે છે અને જીવલેણ પણ થઈ શકતો હતો. યાંગ ભાગ્યશાળી હતો કે બ્રશ આંતરડાના વળાંકમાં ફસાઈ ગયો હતો અને દાયકાઓ સુધી ભાગ્યે જ હાલ્યો હતો.
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
