સૌરાષ્ટ્રના આ મતદાન મથક પર દિવસ પૂરો થાય તે પહેલા 100% મતદાન થયું

સૌરાષ્ટ્રની ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોટિંગ બૂથમાં દિવસ પતે તે પહેલા જ 100 ટકા મતદાન થઈ ગયું છે, આનું કારણ એ છે કે આ બૂથ પર ફક્ત એક જ વોટર છે. આ એક વોટર માટે આખું મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ વોટરનું નામ છે મહંત હરીદાસબાપુ, તેઓ બાણેજ મંદિરના મહંત છે. તેમના માટે દર ચૂંટણીમાં મતદાન મથક ઉભું કરવામાં આવે છે. તેઓ જેવા વોટ કરે છે, આ મથક પર મતદાન પૂરું થઈ જાય છે.

ચૂંટણી પંચ દ્વારા માત્ર 1 મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. જામવાળા ગીરથી 25 કિમી દૂર એક મંદિર છે, જે બાણગંગા તરીકે પણ ઓળખાય છે. મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે, જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણી પંચ દ્વારા 2002થી અહીં બૂથની વ્યવસ્થા કરાય છે.

બપોરે 3 વાગ્યા સુધીનું અપડેટ...

02:51 PM - બપોરે 1 વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કાની 93 સીટ પર સરેરાશ 39.92% મતદાન નોંધાયું

02:06 PM - કોંગ્રેસની ચૂંટણી પંચમાં મણિનગરના 2 બૂથમાં ગેરરીતિની ફરિયાદ

02:03 PM - મનસુખ માંડવીયાએ મત આપ્યા બાદ કહ્યું હતું કે ગુજરાતમાં 26એ 26 બેઠક પર ભાજપનો વિજય થશે

01:39 PM - 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ બનાસકાંઠામાં 45.89 અને સૌથી ઓછું પોરંબદરમાં 30.80 ટકા મતદાન.

01:08 PM - પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ધોરાજીમાં કર્યું મતદાન

12:50 PM - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

12:49 PM - ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું

12:32 PM - કોંગ્રેસ નેતા અને અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ભરૂચમાં મતદાન કર્યું

12:24 PM - રાજપીપળામાં EVM ખોટવાયું, કંટ્રોલ યુનિટ બંધ થતાં મતદાતાઓ અટવાયા

12:01 PM - સવારે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન 30.27 ટકા મતદાન

12:01 PM - ગુજરાતમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24% મતદાન

11:30 AM - પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા થાળી વેલણ વગાડીને મતદાન કરવા પહોંચ્યા

11:12 AM - નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 90 ટકા વોટિંગની અપેક્ષા

11:09 AM - રાહુલ ગાંધીની મોટી સંખ્યામાં મત કરવાની અપીલ, કહ્યું- આ દેશના લોકતંત્ર અને સંવિધાનની રક્ષાની ચૂંટણી છે

11:06 AM - ઉત્તર પ્રદેશના સંભલમાં યુવક ઘોડા પર મતદાન કરવા પહોંચ્યો

11:01 AM - પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંકલાવમાં મતદાન કર્યું

10:58 AM - કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ પત્ની સાથે મતદાન કર્યું

10:52 AM - પરષોત્તમ રૂપાલાએ 100 ટકા મતદાન કરવાની અપીલ કરી

10:51 AM - અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ અમદાવાદમાં નરોડા ખાતે મતદાન કર્યું

10:42 AM - ગૃહમંત્રી અમિત શાહનો દાવો- 9 કલાક અને 20 મિનિટે 20 ટકા મતદાન થયું

10:42 AM - ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મતદાન કર્યું

10:40 AM - સવારે 9 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન અને અમદાવાદ વેસ્ટમાં સૌથી ઓછું 7.23 ટકા મતદાન

10:38 AM - UPના પૂર્વ CM અખિલેશ યાદવે પત્ની સાથે સૈફઈમાં મતદાન કર્યું

10:04 AM - હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યુ

09:54 AM - સવારે 9:00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 9.83 ટકા મતદાન નોંધાયું

09:38 AM - ગેનીબેન ઠાકોર મતદાન વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી

09:35 AM - CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

09:32 AM - અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે પરિવાર સાથે મતદાન કર્યુ

09:31 AM - સી. આર પાટીલે મતદાન કરીને મહત્તમ લોકોને મતદાન કરવાની અપીલ કરી

09:29 AM - આનંદીબહેન પટેલે શીલજમાં મતદાન કર્યુ

09:26 AM - મતદાન કર્યા બાદ PM મોદીએ કહ્યું આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ છે. સૌથી વધુ મતદાન કરો. મતદાન સામાન્ય દાન નથી સૌથી મોટું દાન છે

09:25 AM - PM મોદીએ અમદાવાદની રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું

09:23 AM - પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં કર્યુ મતદાન

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.