ગુજરાતના 9 જિલ્લામાં પૂરની શક્યતા, સૌરાષ્ટ્રના દરિયાથી લઈને MP બોર્ડર સુધી ઘેરાયા વાદળો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભરઉનાળે ચોમાસા જેવી સિઝન જામી છે.  મે મહિનામાં તિવ્ર ગરમી પડવાને બદલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  ગુજરાતના ઘણા વિસ્તારોમાં 4-4ઈંચ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે હળવા પૂરની આશંકા વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વડોદરા, અમરેલી, બાવનગર, સુરેન્દ્રનગરમાં હળવા પૂરની સંભાવના છે. 

01

તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાથી મધ્યપ્રદેશની બોર્ડર સુધી વાદળો ઘેરાયા છે. ગરમ ભેજવાળી હવા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સુધી ટ્રફલાઈન બની છે. આવી સ્થિતિમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાત - દ.ગુજરાતના જિલ્લાઓમાં સાવધાની વર્તવાની અને દ. સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના સાઉથ વેસ્ટ પર સક્રિય છે, જેના કારણે રાજ્યમાં થંડરસ્ટ્રોમની ચેતવણી આપી છે. સિવિયર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાને કારણે રાજ્યમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

3

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી-ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટા છવાયો વરસાદ પડવાની સંભાવના છે. તો રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવી છે.  જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તો અન્ય જિલ્લાઓમાં કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.

02

આવતી કાલે એટલે કે ગુરુવારે, હવામાન વિભાગે આપેલા મેપ મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.