સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દેખાઈ રહી છે. તેના પગલે આજે, 15 મેના રોજ રાજ્યના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઇ શકે છે.

Gujarat-Rain2
gujarati.indianexpress.com

હવામાન વિભાગે 14 મેના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી, જ્યારે 15 મેના રોજ હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. 16 અને 17 મેના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

Gujarat-Rain1
gujarati.abplive.com

તાપમાન અંગે રામાશ્રય યાદવે જણાવ્યું કે 14 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર થવાનો અંદાજ નથી. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફુંકાઈ રહ્યો છે. આ હવામાની હાલતનું મુખ્ય કારણ ગુજરાત પર બનેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.