બેરોજગાર રત્નકલાકારો માટે આર્થિક પૅકેજ જાહેર કરાયું, સ્કૂલ ફી, વીજ ડ્યૂટી...

હીરા ઉદ્યોગ મંદીનો માર ઝીલી રહ્યો છે. રત્ન કલાકારોની પડતી દશા આવી પહોંચી છે, ત્યારે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે બેરોજગાર થયેલા રત્નકલાકારોના વહારે આવી છે. હીરા ઉદ્યોગની ચાલી રહેલી લાંબી મંદીને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની વાત કરી હતી. આ બેઠકના 2 મહિના કરતા વધુ સમય બાદ આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત પૅકેજ જાહેર કર્યું છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણમંત્રી મુકેશ પટેલ અને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા આ રાહત પૅકેજ જાહેર કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૅકેજની જાહેરાત કરતા કહ્યું હતું કે, રત્નકલાકારના બાળકની એક વર્ષની વધુમાં વધુ 13,500 સુધીની શિક્ષણ ફી માફ કરવામાં આવશે. આમ તો આ ફી સરકાર દ્વારા DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે, તેમજ વીજ ડ્યૂટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

harsh-sanghvi
jansatta.com

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ જેવા કારણે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે, જેના કારણે અનેક રત્નકલાકારોએ જીવન પણ ટૂંકાવ્યું છે. આ ઉપરાંત રત્નકલાકારો દ્વારા દેખાવો કરવામાં પણ આવ્યા હતા. આ રાહત પૅકેજનો લાભ 31 માર્ચ 2024 બાદ કામ ન મળ્યું હોય અને તેમને કારખામાંથી છૂટા કરવામાં આવ્યા હોય તેમને મળશે. સાથે જ રત્નકલાકાર તરીકે 3 વર્ષ સુધી કામ કર્યું હોવું જોઇએ. જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9 ટકાની 3 વર્ષ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. નાના ઉદ્યોગો માટે 2.5 કરોડથી ઓછું રોકાણ હોય અને તેઓ વર્ષ 2022 થી વર્ષ 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. જે એકમો 31 માર્ચ 2025 અગાઉ ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેમને લાભ મળશે.

કોઈપણ રત્નકલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ન થાય એ માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. મંદી અને તેજી વેપારનો એક ભાગ છે. જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે એ ઉદ્યોગોને લોન વ્યાજ અને વીજ સહાય આપવાનો નિર્ણય લીધો જે MSME હેઠળ આવતા નાના કારખાનાઓ હોય એટલે કે અઢી કરોડથી ઓછું રોકાણ હોય. 2022-23 અને 2023-2024 અને 2024-25માં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઇએ. 2023-24માં જો એકમના વીજ વપરાશમાં 100 યુનિટ વાપરતા હોય અને તેમાં 25 ટકા ઘટાડો થયો હોય એવા એકમોને લાભ મળશે. એકમો 31-3-2025 પહેલા ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલા હોવા પણ જરૂરી છે. આત્મહત્યા કરનારા રત્ન કલાકારોની લિસ્ટ ડાયમંડ એસોસિએશન પાસેથી મગાવવામાં આવી છે. આત્મહત્યાના કારણોની પણ તપાસ કરવામાં આવશે.

આ યોજનાનો લાભ કેવી રીતે મળશે?

જે પણ જિલ્લામાં જ્યાં પણ હીરાના કારખાનાઓ છે તેના માટે કમિટી બનાવવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનશે. જેમાં જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, લીડ બેંકના અધિકારી, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મળીને આ તમામના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે. જો કોઈ જિલ્લામાં હીરા ઉદ્યોગ હોય પણ ડાયમંડ એસોસિએશન ના હોય તો તટસ્થ વ્યક્તિને કમિટીમાં લઈ શકાશે. જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા જે તે રત્નકલાકારને એપ્રૂવ કરવામાં આવશે અને પછી કમિટીમાં મૂકાશે.

રત્ન કલાકાર કલ્યાણ બોર્ડને લઈને અંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું, આ રત્નકલાકારો માટેનું આ અત્યાર સુધીનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આપણો આશય રત્નકલાકારોને સહયોગ કરવાનો છે. રત્નકલાકારોના બાળકોને આગામી દિવસોમાં મોટો લાભ મળવાનો છે. નાના ઉદ્યોગકારોની વીજ સહાય અને વ્યાજ માફી આપી છે એટલે નવા ઉદ્યોગો ખુલશે અને રોજગારી પણ ઉભી થશે. આ કારણે કોઈ રત્નકલાકારને રોજગારીનો પ્રશ્ન ઉભો થશે નહીં.

diamond-workers
livemint.com

 

સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયાએ જણાવ્યું કે, સરકારે શિક્ષણ બાબતે કરેલો નિર્ણય આવકારીએ છીએ. પરંતુ અમારી માગણીઓ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ, આર્થિક પેકેજ, વ્યવસાયવેરો નાબૂદ કરવો, રત્નદીપ યોજના, આત્મહત્યા કરનારા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ, મજૂર કાયદાનું પાલન કરવા અંગેની છે. આ આર્થિક સહાય આવકારીએ છીએ પરંતુ તેનો લાભ ખૂબ ઓછા લોકોને મળે છે. આ યોજના ભૂલભૂલૈયા સાબિત ન થાય એ માટે સરકાર આ બાબતે નિર્ણય કરે. અમારી માંગણીઓ પર સરકાર પૂનઃવિચાર કરે એવી માંગ છે.

હાલ 20 કરતા વધુ રત્નકલાકારો કામ કરતા હોય તે કારખાના ધારા હેઠળ નોંધાયેલા હોવા જરૂરી છે. પરંતુ શોપ એક્ટ કે ગુમાસ્તા ધારા હેઠળ પણ નોંધાયેલા નથી. કારખાના કે રત્નકલાકારોની કોઈ નોંધણી નથી. એટલે અમે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માગ કરી છે. જો બોર્ડ બનાવશે તો સાચો આંકડો બહાર આવશે. 80-90 રત્નકલાકારોના 40-60 ટકા પગાર ઘટી ગયા છે અને મોંઘવારી વધી રહી છે. સરકાર કર્મચારીઓના પગાર-ભથ્થાં વધારે છે તો આ તો શ્રમિક છે. પગાર વધારો જરૂરી છે જો ન થાય તો આર્થિક ગુલામ બનતો જાય. સરકારે આ બાબતે

ગત 30-31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા 2 દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ કરીને હીરાના વેપારીઓ જોડાયા હતા. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાય પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આર્થિક તેમજ શૈક્ષણિક સહિતની યોજનાનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.